Not Set/ મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો / હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરી ન્યાયની માંગ

અરવલ્લી-મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો મૃતક યુવતિને શ્રદ્ધાજંલિ આપવા શોકસભા મોટી સંખ્યામાં લોકો હાજર દોષિતોને ફાંસી આપી ન્યાયની માંગણી ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર મોડાસામાં યુવતીને શ્રદ્ધાજંલિ આપવા શોકસભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપ- કોંગ્રેસના નેતા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા,અને દોષિતોને ફાંસી આપવા ન્યાયની માંગ કરી હતી. મોડાસાની યુવતીના શંકાસ્પદ મોત કેસમાં હજુ […]

Gujarat Others
મોડાસા મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો / હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે કરી ન્યાયની માંગ
  • અરવલ્લી-મોડાસામાં યુવતીનો શંકાસ્પદ મોત મામલો
  • મૃતક યુવતિને શ્રદ્ધાજંલિ આપવા શોકસભા
  • મોટી સંખ્યામાં લોકો હાજર
  • દોષિતોને ફાંસી આપી ન્યાયની માંગણી
  • ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર

મોડાસામાં યુવતીને શ્રદ્ધાજંલિ આપવા શોકસભા યોજવામાં આવી હતી, જેમાં ભાજપ- કોંગ્રેસના નેતા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા,અને દોષિતોને ફાંસી આપવા ન્યાયની માંગ કરી હતી.

મોડાસાની યુવતીના શંકાસ્પદ મોત કેસમાં હજુ સુધી આરોપીઓ પડકાયા નથી, ત્યારે ન્યાયની માંગ સાથે અભિનેતા અને અભિનેત્રીએ ટ્વીટ કરી ન્યાયની માંગ કરી છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ પણ આ કેસ અંગે ટ્વીટ કરી યુવતી માટે ન્યાયની માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,  31 ડિસેમ્બરે સાયરા ગામની આ યુવતી મોડાસા આવ્યા બાદ ગુમ થઈ હતી. લાંબી શોધખોળ બાદ પરિવારે મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જો કે ત્રણ દિવસ પૂર્વે સાયરા ગામની સીમમાં વડ પર લટકતી યુવતીની લાશ મળી આવી હતી. યુવતીના પરિવારનો આક્ષેપ હતો કે, સામૂહિક બળાત્કાર બાદ તેમની દીકરીની હત્યા કરી વડ પર લટકાવી દેવાઈ છે.

મોડાસા/ આખરે 4 લોકો સામે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરતા યુવતીની લાશ સ્વીકારવા પરિજનો તૈયાર

મોડાસાની યુવતીના મોત મામલે કયાં બોલિવુડ એકટરે કર્યુ ટ્વીટ ?

આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ ન્યાય માટે મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ ધરણાં અને હલ્લાબોલ કર્યો હતો. વિરોધ, વિવાદ અને ધરણાં બાદ આખરે મોડાસા પોલીસે 4 લોકો સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ સાથે જ પરિવારે ત્રણ દિવસ બાદ લાશ સ્વીકારવા તૈયાર થયો છે. જો કે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદની બીજે મેડિકલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ ડિકમ્પોઝ થતાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.