Not Set/ એંટાલીયા હાઉસ બહાર શંકાસ્પદ સ્કોર્પિયો કાર કેસ : મનસુખ હિરેનની હત્યા કે આત્મહત્યા ?, મોઢામાંથી પાંચ રૂમાલ ઠુસેલા મળ્યા..

મુંબઈમાં રિલાયન્સના ચેર પર્સન મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારનો મામલે હવે રહસ્યમય બનતો જાય છે. આ મામલે જ્યાં રાજકારણ તેજ થઈ રહ્યું છે તો મનસુખ હિરેનના મોતે કેસને વધારે જટિલ

Top Stories India
Mansukh એંટાલીયા હાઉસ બહાર શંકાસ્પદ સ્કોર્પિયો કાર કેસ : મનસુખ હિરેનની હત્યા કે આત્મહત્યા ?, મોઢામાંથી પાંચ રૂમાલ ઠુસેલા મળ્યા..

મુંબઈમાં રિલાયન્સના ચેર પર્સન મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારનો મામલે હવે રહસ્યમય બનતો જાય છે. આ મામલે જ્યાં રાજકારણ તેજ થઈ રહ્યું છે તો મનસુખ હિરેનના મોતે કેસને વધારે જટિલ બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે હિરેનના મૃતદેહની તપાસ દરમિયાન તેમના મોઢામાંથી 5 રૂમાલ મળ્યા છે, જ્યારે તેમની લાશ એક નાળામાંથી મળી છે. કથિત રીતે મનસુખને એ શંકાસ્પદ કારના માલિક ગણાવવામાં આવી રહ્યા હતા જે મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવી હતી.

aentaliya car case એંટાલીયા હાઉસ બહાર શંકાસ્પદ સ્કોર્પિયો કાર કેસ : મનસુખ હિરેનની હત્યા કે આત્મહત્યા ?, મોઢામાંથી પાંચ રૂમાલ ઠુસેલા મળ્યા..

 

ભાવવધારો / જો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઈચ્છે તો પેટ્રોલ રૂ. ૭૫ અને ડીઝલ રૂ.૬૮નાં ભાવે મળી શકે છે…

આ અંગે પ્રારંભિક તપાસમાં પોલીસ મનસુખ હિરેનના મોતને આત્મહત્યા જેવું ગણાવી રહી હતી, પરંતુ લાશના મોઢામાંથી નીકળેલા 5 રૂમાલે બીજી તરફ ઇશારો કર્યો છે. મનસુખ હિરેન થાણેના રહેવાસી હતા. થાણેમાં જ તેમનો ઑટોમોબાઇલ પાર્ટ્સનો બિઝનેસ હતો. શુક્રવારના શંકાસ્પદ અવસ્થામાં મનસુખની લાશ એક નાળામાંથી મળી આવી. તેમના પરિવારનો આરોપ છે કે મનસુખ હિરેનને મારીને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યા છે.

mansukh hiren death latest news: Mansukh Hiren Death: माझे पती आत्महत्या  करूच शकत नाहीत; विमला हिरेन यांचा पोलिसांवर आरोप - mansukh hirens wife  accuses police | Maharashtra Times

ભાવવધારો / શું કરવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં ઘટી શકે છે ? જાણીલો આ ગણિત

Who is Mansukh Hiren : मनसुख हिरेन यांची हत्या की आत्महत्या? ते कोण होते?  फडणवीस, गृहमंत्री देशमुख आणि मुलगा काय म्हणतो? Who is mansukh Hiren Found  Dead body Owner of Scorpio ...

જ્યારે બીજી તરફ પરિવારે ખુલાસો કરતા જણાવ્યું કે, મનસુખ હિરેનને સ્વિમિંગ આવડતી હતી. તેઓ સારી રીતે તરવાનું જાણતા હતા. તો પાણીમાં જઇને સુસાઇડ કરવાની વાત શંકા પેદા કરે છે અને પછી તેમની લાશની તપાસ દરમિયાન તેમના મોઢામાંથી નીકળેલા 5 રૂમાલ સ્પષ્ટ રીતે કોઈ મોટા ષડયંત્ર તરફ ઇશારો કરે છે. મનસુખ ગુરૂવારથી ગાયબ હતા. પરિવારના લોકો શુક્રવારના થાણેમાં મનસુખના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, ત્યારે સમાચાર આવ્યા કે થાણેની ખાડીમાં એક મૃતદેહ મળ્યો છે, જે પાણીમાં હોવાના કારણે ફૂલી ગયો હતો.પોલીસ તેમના પરિવારને ત્યાં લઇ ગઈ અને મૃતદેહની ઓળખ કરી. પરિવારે ઓળખ કરીને જણાવ્યું કે આ મૃતદેહ મનસુખ હિરેનનો જ છે. પરિવારનો આરોપ છે કે આની પાછળ મોટું ષડયંત્ર છે. પરિવારનું કહેવું છે કે મનસુખનું લાસ્ટ મોબાઇલ લોકેશન પાલઘર જિલ્લાનો વિરાર વિસ્તાર હતો, જ્યારે તેમનો મૃતદેહ થાણેની ખાડીમાં મળ્યો. બંને લોકેશનમાં ઘણું અંતર છે. હવે આ મામલે પોસ્ટમોર્ટમથી જ ખુલાસો થશે કે મનસુખનું મોત કેવી રીતે અને કેમ થયું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…