Not Set/ SUV ચાહકો માટે સારા સમાચાર, ભારતમાં લોન્ચ થઇ Kia Sonet, જાણો ખાસિયત અને ફીચર્સ

  કિયા મોટર્સ ઇન્ડિયાએ પોતાની મલ્ટિવેટેડ કાર કિયા સોનેટને રજૂ કરી છે. આપને જણાવી દઇએ કે, કંપનીએ કિયા સોનેટનું પ્રી-પ્રોડક્શન મોડલ કંપની ઓટો એક્સ્પો 2020 માં પ્રદર્શન કર્યું હતું. કિયા સોનેટ ભારતની કિયા મોટર્સનું ત્રીજું મોડેલ છે. આ અગાઉ કંપની ભારતમાં સેલ્ટોસ અને કાર્નિવલ પહોલા જ લોન્ચ કરી ચૂકી છે. કિયા સોનેટ હ્યુન્ડાઇ વેન્યુ, મારુતિ […]

Tech & Auto
205a9e3b1b50f0a2069f608e8106e2b9 SUV ચાહકો માટે સારા સમાચાર, ભારતમાં લોન્ચ થઇ Kia Sonet, જાણો ખાસિયત અને ફીચર્સ
 

કિયા મોટર્સ ઇન્ડિયાએ પોતાની મલ્ટિવેટેડ કાર કિયા સોનેટને રજૂ કરી છે. આપને જણાવી દઇએ કે, કંપનીએ કિયા સોનેટનું પ્રી-પ્રોડક્શન મોડલ કંપની ઓટો એક્સ્પો 2020 માં પ્રદર્શન કર્યું હતું. કિયા સોનેટ ભારતની કિયા મોટર્સનું ત્રીજું મોડેલ છે. આ અગાઉ કંપની ભારતમાં સેલ્ટોસ અને કાર્નિવલ પહોલા જ લોન્ચ કરી ચૂકી છે. કિયા સોનેટ હ્યુન્ડાઇ વેન્યુ, મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, મહિન્દ્રા એક્સયુવી 300, ફોર્ડ ઇકોસ્પોર્ટ અને ટાટા નેક્સન જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

24191be0473d3e0d71eb96d9c9e111fb SUV ચાહકો માટે સારા સમાચાર, ભારતમાં લોન્ચ થઇ Kia Sonet, જાણો ખાસિયત અને ફીચર્સ

કિયા સોનેટમાં આઇએમટી ટ્રાન્સમિશન વિકલ્પ મળશે

મળતી માહિતી મુજબ, કિયા સોનેટ ભારતની બીજી કાર હશે જેમાં ગ્રાહકોને આઇએમટી ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે. આ સિવાય આ એસયુવીમાં ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન (આઇએમટી), ક્લચલેસ ગિયર શિફ્ટિંગ સાથે મેન્યુઅલ શિફ્ટ લિવર કંટ્રોલ જેવી સુવિધાઓ મળશે. જણાવી દઇએ કે, સેલ્ટોસની જેમ, સોનેટ પણ UVO કનેક્ટેડ ટેકનોલોજીથી સજ્જ છે.

5c984e29344931a85392463ce4bc9f37 SUV ચાહકો માટે સારા સમાચાર, ભારતમાં લોન્ચ થઇ Kia Sonet, જાણો ખાસિયત અને ફીચર્સ

એન્જિનની ખાસિયત

ગ્રાહકો માટે, કિયા સોનેટ બે પેટ્રોલ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે 1.2 લિટર અને 1.0 લિટર ટર્બો જીડીઆઈ. આ સિવાય આ એસયુવી 1.5 ટર્બો ડીઝલ એન્જિન વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે.

abb9a6cb4520fac445be7324b51b1a0d SUV ચાહકો માટે સારા સમાચાર, ભારતમાં લોન્ચ થઇ Kia Sonet, જાણો ખાસિયત અને ફીચર્સ

સોનેટનાં શું છે ફીચર્સ

કિયા સોનેટ પાસે સેગમેન્ટમાં 10.25 ઇંચની એચડી ટચસ્ક્રીન હાઇટેક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલા છે. વળી, કારમાં ઇલેક્ટ્રિક સનરૂફ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, બોઝ 7 સ્પીકર સિસ્ટમ, વાયરસ પ્રોટેક્શન વાળા સ્માર્ટ પ્યોર એર પ્યુરિફાયર અને ફ્રન્ટ પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ કાર 55 કનેક્ટેડ સુવિધાઓથી સજ્જ હશે અને સ્માર્ટફોન અને સ્માર્ટવોચની મદદથી તેને એક્સેસ કરી શકાશે. મળતી માહિતી મુજબ આ કારનું નિર્માણ ફક્ત ભારતમાં કરવામાં આવશે અને દુનિયાભરમાં તેની નિકાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.