Not Set/ પુત્રવધૂ પર બળાત્કાર કરવાના કેસમાં સ્વામી ચૈતન્યની ધરપકડ

  પુત્રવધૂ પર બળાત્કારના આરોપમાં પોલીસે સોમવારે રાત્રે ભાગવતાચાર્ય સ્વામી આધાર ચૈતન્ય યાદવને તેના ઘરેથી પકડી પાડયો હતો. પુત્રની પત્નીએ ભાગવતાચાર્ય વિરુદ્ધ ગેંગરેપ, અપરાધિક કૃત્ય સહિત અનેક સંગીન કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. બે માસ કરતાં વધુ સમયથી ભાગવતાચાર્ય અને પરિવારના સભ્ય ફરાર હતા. ધરપકડ બાદ પોલીસે ભાગવતચાર્યને જેલમાં ધકેલી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર […]

Top Stories India
1533650439 પુત્રવધૂ પર બળાત્કાર કરવાના કેસમાં સ્વામી ચૈતન્યની ધરપકડ

 

પુત્રવધૂ પર બળાત્કારના આરોપમાં પોલીસે સોમવારે રાત્રે ભાગવતાચાર્ય સ્વામી આધાર ચૈતન્ય યાદવને તેના ઘરેથી પકડી પાડયો હતો.

પુત્રની પત્નીએ ભાગવતાચાર્ય વિરુદ્ધ ગેંગરેપ, અપરાધિક કૃત્ય સહિત અનેક સંગીન કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. બે માસ કરતાં વધુ સમયથી ભાગવતાચાર્ય અને પરિવારના સભ્ય ફરાર હતા. ધરપકડ બાદ પોલીસે ભાગવતચાર્યને જેલમાં ધકેલી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ચૈતન્ય યાદવના પુત્રના લગ્ન વર્ષ 2015માં કન્નોજમાં રહેતી યુવતી થયા હતા. આધાર ચૈતન્યની બે પત્નીઓ મીરા અને સરલા છે. સરલા તેની સાળી છે જેની સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા. સરલાનો પુત્ર વિજય લગ્નમાં હેલિકોપ્ટરથી જાન લઈને કન્નોજ ગયો હતો.