Not Set/ સ્વામી ચિન્મયાનંદ કેસ: ચુસ્ત સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીની મુમુક્ષુ આશ્રમ પહોંચી, ગેટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

એસઆઈટી દ્વારા ગુરુવારે મોડી રાત સુધી સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ બાદ આજે શુક્રવારે બપોરે 1: 15 વાગ્યે તેના વિદ્યાર્થિની તેના પિતા સાથે મુમુક્ષુ આશ્રમ પહોંચી હતી. વિદ્યાર્થીની મુમુક્ષુ આશ્રમમાં પહોંચ્યા બાદ એસઆઈટીની ઘણીબધી ગાડીઓ ફોરેન્સિક નિષ્ણાતો સાથે ત્યાં પહોંચી હતી. બીજી તરફ, મુમુક્ષુ આશ્રમમાં સ્વામી અને વિદ્યાર્થીની પૂછપરછ દરમિયાન, ભણવામાં કોઈ ખલેલ ના પહુંચે એટ્લે એસ.એસ. […]

Top Stories India
મુમુક્ષુ સ્વામી ચિન્મયાનંદ કેસ: ચુસ્ત સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીની મુમુક્ષુ આશ્રમ પહોંચી, ગેટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

એસઆઈટી દ્વારા ગુરુવારે મોડી રાત સુધી સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ બાદ આજે શુક્રવારે બપોરે 1: 15 વાગ્યે તેના વિદ્યાર્થિની તેના પિતા સાથે મુમુક્ષુ આશ્રમ પહોંચી હતી. વિદ્યાર્થીની મુમુક્ષુ આશ્રમમાં પહોંચ્યા બાદ એસઆઈટીની ઘણીબધી ગાડીઓ ફોરેન્સિક નિષ્ણાતો સાથે ત્યાં પહોંચી હતી. બીજી તરફ, મુમુક્ષુ આશ્રમમાં સ્વામી અને વિદ્યાર્થીની પૂછપરછ દરમિયાન, ભણવામાં કોઈ ખલેલ ના પહુંચે એટ્લે એસ.એસ. કોલેજમાં શુક્રવારે રજા આપવામાં આવી છે. કોલેજના ગેટ પર રજા ની  નોટિસ મુકવામાં આવી છે.

સુરક્ષા માટે મુમુક્ષુ આશ્રમના મુખ્ય દરવાજા અને એસ.એસ. કોલેજના ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટી દ્વારા ગુરુવારે રાત્રે એક વાગ્યા સુધી સ્વામી ચિન્મયાનંદની પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી તેને આશ્રમમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે જ, લગભગ રાત્રે સાડા ત્રણ વાગ્યે ટીમ સાથે પહોંચેલી ફોર્સે ચિન્મયાનંદના આશ્રમની ઘેરાબંધી કરી હતી. સાથોસાથ ચિન્મયાનંદને પરવાનગી વગર ક્યાંય પણ જવા પર પ્રતિબંધ મૂક્યો હતો

અગાઉ એસએસ કોલેજના આચાર્ય અવનીશ મિશ્રા અને એસએસ લો કોલેજના આચાર્ય સંજય બાર્નવાલની પણ આ ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ગુરુવારે મોડી સાંજે અનેક તબક્કાની તપાસ બાદ એસઆઈટીએ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદને પોલીસ લાઇન પરની કેમ્પ ઓફિસમાં બોલાવ્યા હતા.

તેમની સાથે શરૂ થયેલો પૂછપરછનો દોર રાત્રે 1:10 સુધી ચાલુ રહ્યો. એસઆઈટીએ વિદ્યાર્થી દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો અને મસાજ કરાવતા વાયરલ થયેલા વીડિયો અને પાંચ કરોડની ખંડણી માંગ સહિત તમામ મુદ્દાઓ પર તેમની પૂછપરછ કરી હતી.

આ અગાઉ ગુરુવારે સવારે 11 વાગ્યે એસ.એસ. કોલેજના આચાર્ય ડો.અવનીશ મિશ્રા અને એસ.એસ. લો કોલેજના આચાર્ય ડો. સંજયકુમાર બાર્નવાલને પણ  એસઆઈટી દ્વારા પોલીસ લાઇન કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. બંને આચાર્યોની અનેક તબક્કે અલગથી પૂછપરછ કરવામાં આવી હતી.

એસ.આઈ.ટી.એ મુમુક્ષુ આશ્રમ કેમ્પસમાં કઇ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે અને આ સંસ્થાઓની સ્થાપના ક્યારે અને કેવી રીતે કરવામાં આવી અને આ શૈક્ષણિક સંસ્થાઓની મેનેજમેન્ટ કમિટીમાં સામેલ લોકો વિશે લેખિત માહિતી પણ એસ.આઈ.ટી. દ્વારા મેળવવા માં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મુમુક્ષુ આશ્રમ કેમ્પસમાં એસ.એસ.કોલેજ, એસ.એસ. લો કોલેજ, બ્રહ્મચર્ય સંસ્કૃત કોલેજ, એસ.એસ.એમ.બી., સ્વામી ધર્માનંદ સરસ્વતી ઇન્ટર કોલેજ ચલાવવામાં આવી રહી છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં આશરે દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્ટાફમાં પાંચસો જેટલા લોકો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન