નિધન/ હંમેશા વિવાદોમાં રહેતા સ્વામી ઓમનું લાંબી બિમારી બાદ નિધન

હંમેશા વિવાદોમાં રહેતા બિગ બોસનાં પૂર્વ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમનું નિધન થયું હોવાનુ સામે આવી રહ્યુ છે.

Entertainment
PICTURE 4 9 હંમેશા વિવાદોમાં રહેતા સ્વામી ઓમનું લાંબી બિમારી બાદ નિધન

હંમેશા વિવાદોમાં રહેતા બિગ બોસનાં પૂર્વ કન્ટેસ્ટન્ટ સ્વામી ઓમનું નિધન થયું હોવાનુ સામે આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, તે છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા.

સ્વામી ઓમે ગાઝિયાબાદનાં લોનીમાં ડીએલએફ અંકુર વિહારમાં અંતિમ શ્વાસ લીધા. સ્વામી ઓમ 3 મહિના પહેલા કોરોના વાયરસથી પીડિત હતા. તેમ છતાં તે આમાંથી સ્વસ્થ થઈ ગયા હતા, પણ તેઓ ઘણા નબળા અને શરીરનાં અડધા ભાગમાં તેમને પેરાલેસિસ થઇ ગયુ હતુ. જેના કારણે સ્વામી ઓમને ચાલવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સ્વામી ઓમનાં નિધનનાં સમાચાર પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, સ્વામી ઓમ બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા હતા ત્યારે તે ચર્ચામાં આવ્યા હતા. અહીં આ મંચ પર તેમની વર્તણૂકને કારણે તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની વર્તણૂક અને વાતને કારણે તેમના સાથી સ્પર્ધકો સાથેનાં સંબંધો બગડ્યા હતા અને તેમણે જલ્દીથી આ શો છોડી દીધો હતો.

બિગ બોસ સીઝન 10 માં, બિગ બોસનાં સ્પર્ધક સ્વામી ઓમ ને તેના સાથી સ્પર્ધક રોહન મેહરા અને બાની પર પેશાબ ફેંકવાનાં કારણે શો માંથી બહાર નિકાળી દેવામાં આવ્યા હતા. ઘરની બહાર આવ્યા બાદ પણ તેમણે સલમાન ખાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના સમર્થકો સાથે બિગ બોસનાં ફિનાલેમાં જશે અને સેટ પર આગ લગાવશે અને હોસ્ટ સલમાનનાં હાડકાં તોડી નાખશે. પરંતુ બિગ બોસનાં ઘરે સેટ પર પહોંચતા પહેલા સ્વામી ઓમને લોનાવાલા પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા.

TikTok / ઇન્ટિમેટ સીન કરતી નજર આવી ટિકટોક સ્ટાર, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ

Bollywood / નાગિનની નવી સીઝનમાં નજર આવશે આ હોટ એક્ટ્રેસ, જુઓ તેના બોલ્ડ ફોટોઝ

Bollywood / પ્રભાસ અને સૈફઅલી ખાનની ફિલ્મ આદિપુરુષના સેટ પર આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો