Not Set/ સીરિયા હુમલો: અમેરિકાએ કર્યો મિસાઈલોનો વરસાદ, ફોટોગ્રાફ્સ જોઇને ઉડી જશે હોશ

થોડા સમય પહેલાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં 60થી વધારે લોકોનાં મોત થયા હતા. અમેરિકા તરફથી તે જ સમયે સીરિયા વિરુદ્ધ કડક વલણ અપનાવવાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ટ્રંપે પોતાના સંબોધનમાં પણ કહ્યું કે રસાયણિક હથિયારોના ઉપયોગને કારણે જ અમેરિકાએ સીરિયા પર જવાબી કાર્યવાહી કરી છે. સિરીયા પર અમેરિકા, બ્રિટેન […]

World
સીરિયા હુમલો: અમેરિકાએ કર્યો મિસાઈલોનો વરસાદ, ફોટોગ્રાફ્સ જોઇને ઉડી જશે હોશ

થોડા સમય પહેલાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેમાં 60થી વધારે લોકોનાં મોત થયા હતા. અમેરિકા તરફથી તે જ સમયે સીરિયા વિરુદ્ધ કડક વલણ અપનાવવાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ટ્રંપે પોતાના સંબોધનમાં પણ કહ્યું કે રસાયણિક હથિયારોના ઉપયોગને કારણે જ અમેરિકાએ સીરિયા પર જવાબી કાર્યવાહી કરી છે.

સિરીયા પર અમેરિકા, બ્રિટેન અને ફ્રાંસ દ્વારા કરવામાં આવેલ હવાઈ હુમલા બાદ દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વધી ગઈ છે. આ હુમલા બાદ રશિયાએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા હુમલાને પુતિનના અપમાન સમાન ગણાવ્યો છે, તેમજ તેનો વળતો જવાબ આપવાની ચેતવણી આપી છે.

https://youtu.be/4JEomGzYoWg

રશિયાનુ કહેવુ છે કે સિરીયા પર ૧૦૦થી વધુ મિસાઈલ ફેંકવામાં આવી હતી,જેમાંથી મોટાભાગની મિસાઈલો અમે તોડી પાડી છે. પરંતુ તેમ છતાં કેટલીક મિસાઈલોએ પોતાના લક્ષ્યાંકને નિશાન બનાવ્યુ છે. પરંતુ આ હુમલામાં રશિયાના મથકોને કોઈ નુકશાન થયુ નથી.