T20 World Cup 2024/ IPL 2024 વચ્ચે શરૂ થઇ રહી છે T20 સીરીઝ. કેટલાક વિદેશી ખેલાડીઓ અધવચ્ચે છોડશે IPL

આ દિવસોમાં IPLની 17 મી સીઝન ચાલી રહી છે. અત્યાર સુધીમાં 24 મેચ રમાઇ ચૂકી છે. અને આજે 25 મી મેચમાં મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેંલેંજર્સ બેંગલોર વચ્ચે આજે મેચ રમાશે.

Sports Trending
Cricket Tutorials YouTube Thumbnail 3 4 IPL 2024 વચ્ચે શરૂ થઇ રહી છે T20 સીરીઝ. કેટલાક વિદેશી ખેલાડીઓ અધવચ્ચે છોડશે IPL

આ દિવસોમાં IPLની 17 મી સીઝન ચાલી રહી છે. અત્યાર સુધીમાં 24 મેચ રમાઇ ચૂકી છે. અને આજે 25 મી મેચમાં મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેંલેંજર્સ બેંગલોર વચ્ચે આજે મેચ રમાશે. આજની મેચ મુંબઇના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે. T20 વલ્ડ કપ 2024 ની તૈયારીને જોતા IPL 2024 દરમિયાન T20 વલ્ડ કપની 5 સીઝન પણ રમાનારી છે. એવામાં કેટલાક વિદેશી ખેલાડીઓ IPL ને અધવચ્ચે છોડીને તેમની ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે. હાલમાં આ બાબતે કોઇ જાણકારી સામે આવી નથી.

પાકિસ્તાનની મુલાકાત કરશે ન્યુઝીલેન્ડ ટીમ
18 એપ્રિલ થી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 5 મેચોની T20 સીરીઝ રમાશે. જેના કારણે ન્યુઝીલેન્ડ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે. આ સીઝનની છેલ્લી મેચ 27 એપ્રિલે રમાશે . આ પ્રવાસ દરમિયાન કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત હશે તો IPL રમી રહેલા કેટલાક ખેલાડીને ન્યુઝીલેન્ડ બોર્ડ પાકિસ્તાન મોકલી શકે શક્યતા છે. ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન ગુજરાત ટાઇટન્સ ટીમના અને ડેરિલ મિશેલ,રચિન રવિન્દ્ર , મિશેલ સેંટર જે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો છે.

બાંગ્લાદેશ જશે ઝિમ્બાવે ટીમ
ઝિમ્બાવે અને બાંગ્લાદેશ વચ્ચે 3 થી 12 મે ની વચ્ચે T20 ઇંટરનેશનલ મેચો રમાશે. બાંગ્લાદેશના મુસ્તફિજુર રહમાન જે ચેન્નાઇ સુપર કિંગ્સનો હિસ્સો છે. તેના સિવાય 10 થી 14 મે ની વચ્ચે પાકિસ્તાન અને આર્યલેન્ડની વચ્ચે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ રમાનારી છે. આર્યલેન્ડના જોશુઆ જટિલ જે ગુજરાત ટાઇટન્સનો હિસ્સો છે. જ્યારે પાકિસ્તાનના ખેલાડિઓને IPLમાં સ્થાન નથી મળતુ.

ઇંગ્લેન્ડ જશે પાકિસ્તાન ટીમ
મે ના છેલ્લા દિવસોમાં બાંગ્લાદેશની ટીમ USA નો પ્રવાસ કરશે. આ દરમિયાન બે ટીમો વચ્ચે 21 થી 25 મેની વચ્ચે 3 T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ મે ના ત્રીજા સપ્તાહમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ દરમિયાન બે ટીમો વચ્ચે 4 T20 ઈન્ટરનેશનલ રમાશે. ઇંગ્લેન્ડના જોસ બટલર (RR), રીસ ટોપીલ (RCB),વિસ જેક્સ (RCB),લિયામ લિવિંગસ્ટોન (PBKS) મોઇન અલી (CSK) ફિલ સોલ્ટ (KKR) સેમ કરન (PBKS)અને જોની બેયરસ્ટો (PBKS) વગેરે ખેલાડીઓ આ IPL માં રમી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચો:RCBના આ ક્રિકેટરે કહ્યું, ‘આ મારી છેલ્લી મેચ છે’

આ પણ વાંચો:મહિલા IPL જોવા ઓફિસમાં ખોટું બોલી, પરંતુ કેમેરામેનની ભૂલે કર્યો તેનો પર્દાફાશ

આ પણ વાંચો: Rishabh Pant/પંતને ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ જાણો કેમ