Bollywood/ તાપ્સી પન્નુ આ ફિલ્મનું અંતિમ ચરણ ગુજરાતમાં શૂટ કરશે, જાણો વિગત

આ સમયમાં બોલીવુડ અભિનેત્રી તાપ્સી પન્નુ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ને લઈ ચર્ચામાં છે, ત્યારે હવે આ સામે આવી રહેલા એક રિપોર્ટ્સ અનુસાર, તાપ્સી પન્નુ ગુજરાતમાં તેના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ કરશે.

Entertainment
a 96 તાપ્સી પન્નુ આ ફિલ્મનું અંતિમ ચરણ ગુજરાતમાં શૂટ કરશે, જાણો વિગત

દેશમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના કાળમાં ભારતમાં હવે ધીમે ધીમે તમામ કામકાજ શરુ થઇ રહ્યા છે, ત્યારે આ સમયમાં હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ આગળ વધી રહી છે અને ફિલ્મોમાં શુટિંગ શરુ થઇ રહ્યા છે.

આ સમયમાં બોલીવુડ અભિનેત્રી તાપ્સી પન્નુ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ને લઈ ચર્ચામાં છે, ત્યારે હવે આ સામે આવી રહેલા એક રિપોર્ટ્સ અનુસાર, તાપ્સી પન્નુ ગુજરાતમાં તેના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ કરશે. તાપ્સી પન્નુ પણ આ ફિલ્મ માટે ખૂબ જ મહેનત કરતી નજરે પડે છે. સોશિયલ મીડિયા પર તેની વર્કઆઉટના વીડિયો ખૂબ વાયરલ થયા છે.

rashmi rocket 759 તાપ્સી પન્નુ આ ફિલ્મનું અંતિમ ચરણ ગુજરાતમાં શૂટ કરશે, જાણો વિગત

આ પહેલા તાપ્સી પન્નુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફિટનેસને લઈને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળી રહી છે. આ સાથે સાથે તાપ્સી પન્નુ તેની બોલ્ડ રોલ માટે અને તેના અભિનય કરતા વધારે માટે ચર્ચામાં છે.

Taapsee Pannu to shoot for the last schedule of Rashmi Rocket next week in  Gujarat - News Chant

તમને જણાવી દઈએ કે, તાપ્સી પન્નુ તેની ફિલ્મ રશ્મિ રોકેટમાં રનરની ભૂમિકા નિભાવી રહી છે. ગત વર્ષે નવેમ્બર 2020 માં રશ્મિ રોકેટની ફિલ્મનું શૂટિંગ પુણેમાં શરૂ થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો