Not Set/ મિતાલી રાજની બાયોપીકમાં કામ કરવા માંગે છે તાપસી પન્નુ

મુંબઈ, હાલમાં જ ભારતીય પુરુષ હોકી ટીમના સરદારસિંહની બાયોપિક સુરમામાં સરદારસિંહ એટલે કે અભિનેતા દીલજીત દોસાંજ સાથે નજરે પડેલ અભિનેત્રી તાપસી પન્નુ પણ હવે બાયોપિક કરવાની ઇચ્છા ધરાવે છે. તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. સાથે જ તાપસીએ જણાવ્યુ કે અત્યારથી આ ફિલ્મ અંગે વાત કરવી યોગ્ય […]

Top Stories
mitali raj મિતાલી રાજની બાયોપીકમાં કામ કરવા માંગે છે તાપસી પન્નુ

મુંબઈ,

હાલમાં જ ભારતીય પુરુષ હોકી ટીમના સરદારસિંહની બાયોપિક સુરમામાં સરદારસિંહ એટલે કે અભિનેતા દીલજીત દોસાંજ સાથે નજરે પડેલ અભિનેત્રી તાપસી પન્નુ પણ હવે બાયોપિક કરવાની ઇચ્છા ધરાવે છે. તાપસી પન્નુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. સાથે જ તાપસીએ જણાવ્યુ કે અત્યારથી આ ફિલ્મ અંગે વાત કરવી યોગ્ય નથી.

મહત્વનુ છે કે, મિતાલી રાજની બાયોપિકના રાઈટ્‌સ મોશન પિક્ચર્સે મેળવ્યા છે. આપને જણાવી દઈએ કે, મિતાલી રાજ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને તે એકમાત્ર એવી મહિલા ખેલાડી છે જેણે વન-ડે મેચોમાં ૬ હજાર રનોનો આંકડો પાર કર્યો છે. એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે, ફિલ્મ મેકર્સ પણ આ ફિલ્મમાં તાપસી પન્નુને કાસ્ટ કરવા અંગે વિચારી રહ્યા છે. જ્યારે તાપસીએ આ બાયોપિકમાં કામ કરવાને લઈ જણાવ્યુ કે, હજી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર નથી થઈ, જેથી આ અંગે અત્યારે વાત કરવી યોગ્ય નથી. પણ જો ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ જો તેમાં મને રસ પડશે તો હું જરૂર મિતાલી રાજની બાયોપિક કરીશ. હું પણ સ્પોટ્‌સ બાયોપિકમાં કામ કરવા માંગુ છુ. મહત્વનુ છે કે, તાપસી અત્યારે પોતાની ફિલ્મ મુલ્કની રીલીઝને લઈ ખુબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં ઋષિ કપુર પણ મહત્વની ભૂમિકામાં છે.