Bollywood/ માલદીવ્સમાં મજા કરી રહ્યા છે તાહિરા-આયુષમાન, સ્વિમ સૂટમાં ફોટો શેર કરી જાણો શું કહ્યું

આયુષમાન ખુરાનાએ પણ શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક શર્ટલેસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પણ બેકગ્રાઉન્ટમાં માલદીવ્સનો સુંદર દરિયો દેખાઈ રહ્યો છે

Entertainment
Untitled 339 માલદીવ્સમાં મજા કરી રહ્યા છે તાહિરા-આયુષમાન, સ્વિમ સૂટમાં ફોટો શેર કરી જાણો શું કહ્યું

બોલિવૂડ અભિનેતા આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યમ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની તે હસ્તીઓમાંથી એક છે, જે પોતાની વાતો ખુલીને કહે છે. તાહિરાની સૌથી સારી વાત એ છે કે તે લગભગ તમામ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતી હોય છે. અત્યારે તાહિરા કશ્યપ અને આયુષમાન ખુર્રાના માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. માલદીવ્સ બોલિવૂડ સેલિબ્રિટીનું ફેવરિટ ડેસ્ટિનેશન છે.

તાહિરા કશ્યપે માલદીવ્સથી પોતાની એક સુંદર તસવીર શેર કરી છે અને સાથે એક પ્રેરણાત્મક મેસેજ પણ આપ્યો છે. તાહિરા કશ્યપની આ તસવીર આયુષમાન ખુર્રાનાએ ક્લિક કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે તાહિરા કશ્યપ પીળા રંગનો સ્વિમ સૂટ પહેરીને દરિયા કિનારે ઉભી છે. તાહિરા કશ્યપે આ તસવીરની સાથે લખ્યું છે કે- હું હું છુ. હું તમામ આકાર અને સાઈઝમાં આવુ છુ. મેં મારા શરીર, દિમાગ અને આત્માનો સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે. આજે હું પીળી છું, વાદળી રંગના શેડ્સથી ઘેરાયેલી છું અને મને લાગે છે હું પોતાને પ્રેમ કરુ છું. આયુષમાન ખુર્રાનાએ આ ફોટો ક્લિક કર્યો છે, આયુષમાનને લાગે છે કે આ મારી સૌથી સારી પ્રોફાઈલ છે.

Instagram will load in the frontend.

આયુષમાન ખુરાનાએ પણ શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક શર્ટલેસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પણ બેકગ્રાઉન્ટમાં માલદીવ્સનો સુંદર દરિયો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાહિરા કશ્યપ એક લેખક અને ફિલ્મમેકર છે.