Not Set/ ફોનને ગરમ થતો બચાવવા અને વિસ્ફોટથી બચાવવા, ખાસ રાખો આટલી તકેદારી

રેડમીનાં ફોનની ગરમ થવાની ફરિયાદો યુઝર્સ દ્વારા થતી જ રહેતી હોય છે. ચીનની કંપની શાઓમી (Xiaomi) ના Mi A1 સ્માર્ટફોનમાં વિસ્ફોટ થયો હતો જયારે ફોન ચાર્જ થઇ રહ્યો હતો. આ ફોન યુઝરે માત્ર 8 મહિના પહેલાં જ ખરીદ્યો હતો અને અન્ય કોઈ પ્રોબ્લેમ ન હતો આ ફોનમાં. અ વિસ્ફોટથી સ્માર્ટફોન સ્માર્ટફોનમાં સંપૂર્ણપણે નુકસાન થઇ ગયું છે. આ વર્ષની […]

Tech & Auto
Mi A1 ફોનને ગરમ થતો બચાવવા અને વિસ્ફોટથી બચાવવા, ખાસ રાખો આટલી તકેદારી

રેડમીનાં ફોનની ગરમ થવાની ફરિયાદો યુઝર્સ દ્વારા થતી જ રહેતી હોય છે. ચીનની કંપની શાઓમી (Xiaomi) ના Mi A1 સ્માર્ટફોનમાં વિસ્ફોટ થયો હતો જયારે ફોન ચાર્જ થઇ રહ્યો હતો. આ ફોન યુઝરે માત્ર 8 મહિના પહેલાં જ ખરીદ્યો હતો અને અન્ય કોઈ પ્રોબ્લેમ ન હતો આ ફોનમાં. અ વિસ્ફોટથી સ્માર્ટફોન સ્માર્ટફોનમાં સંપૂર્ણપણે નુકસાન થઇ ગયું છે.

mi blast 1 ફોનને ગરમ થતો બચાવવા અને વિસ્ફોટથી બચાવવા, ખાસ રાખો આટલી તકેદારી
Take these precautions to avoid your smartphone from exploding

આ વર્ષની શરૂઆતમાં, મોબાઇલ વિસ્ફોટથી મલેશિયાની કંપની ફ્રેડલ ફંડના સીઈઓ નાઝરીન હસનનું મૃત્યુ થઈ ગયુ હતુ. સ્માર્ટફોનમાં થનારા મોટા ભાગના વિસ્ફોટોમાં લીથિયમ-આયન બેટરીને જવાબદાર ગણવામાં આવે છે. બેટરીની ક્વોલીટી અને તાપમાન ખુબ મહત્વનાં છે જયારે ફોન ચાર્જીંગમાં હોય.

મોબાઇલને વિસ્ફોટથી બચાવવા અને પોતાને સુરક્ષિત રાખવા શું કરવું જરુરી છે?

ઓરિજનલ ચાર્જરનો ઉપયોગ કરો – તમારા મોબાઇલને ચાર્જ કરવા માટે તેની સાથે આવેલા ચાર્જરનો હંમેશાં ઉપયોગ કરો. જો તમારું ચાર્જર ખોવાઇ ગયુ છે તો બ્રાન્ડેડ ચાર્જર ખરીદો. નકલી ચાર્જર જોખમરૂપ છે.

ફોનને ન કરો ઓવરચાર્જ – તમારા મોબાઇલને કલાકો સુધી ચાર્જ કરતા રહો નહીં, કારણ કે તે તમારા ફોનને ગરમ બનાવે છે.

ફોનનું રિપેરીંગ સારી જગ્યાએ કરાવો- આ વાતને જરૂર ફોલો કરો અને તમારા મોબાઇલનું રિપેરીંગ કંપનીના સર્વિસ સેન્ટર પર જ કરાવો.

બેટરી ઓરિજનલ જ લગાવો- ચાર્જરની જેમ ઓરિજનલ બેટરી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારે તમારા મોબાઇલની બેટરી બદલવી હોય તો કંપનીની જ બેટરીનો ઉપયોગ કરો.

ફોન પર ન મુકો વજનદાર વસ્તુઓ – તમારે તમારા સ્માર્ટફોનને વધારે દબાણ અથવા વજનથી બચાવવો જોઈએ. ફોનને બેગમાં મુકો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એનાં પર બીજી કોઈ ભારે વસ્તુઓનું વજન ન આવે.

મોબાઇલ પર સૂર્યપ્રકાશની રોશની સીધી ન પડવા દો – ધ્યાન રાખો કે ચાર્જ કરતી વખતે તમારો સ્માર્ટફોન સીધો સનલાઈટનાં સંપર્કમાં ન આવે. મુસાફરી સમયે લાંબા સમય માટે ફોનને કારના ડેશબોર્ડ પર ન રાખવો જોઇએ.