Shocking/ દમણમાં કિશોરને અપાઈ તાલિબાની સજા, વીડિયો થયો વાયરલ

સંઘ પ્રદેશ દમણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક કિશોરને જાહેરમાં જેમ તાલિબાન સજા આપતી હોય છે તેવી જ રીતે સજા આપવામાં આવી છે.

Top Stories Gujarat Others
દમણમાં કિશોરને તાલિબાની સજા
  • દમણમાં કિશોરને અપાઈ તાલિબાની સજા
  • ચોરીનો આરોપ લગાવી કિશોરને માર્યો માર
  • સો.મીડિયામાં વીડિયો થયો વાયરલ
  • દમણના બામણપૂજા ગામની ઘટનાનો વીડિયો
  • જાહેરમાં કિશોરને નગ્ન કરી માર્યો ઢોર માર
  • વિજળીના થાંભલા જોડે બાંધી માર્યો માર
  • કિશોરને તાલિબાની સજાનો વીડિયો વાયરલ
  • મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું

આપણા દેશનું લાગણીની દ્રષ્ટિએ દુનિયાભરમાં નામ છે, પરંતુ હવે લાગી રહ્યુ છે કે આપણા દેશમાં પણ ઘણા તાલિબાની શખ્સો આવી ગયા છે. જી હા, આપને જણાવી દઇએ કે, સંઘ પ્રદેશ દમણમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી એક કિશોરને જાહેરમાં જેમ તાલિબાન સજા આપતી હોય છે તેવી જ રીતે સજા આપવામાં આવી છે. આ તાલિબાની સજા એક એવા કારણોસર આપવામાં આવી છે જે જાણી તમે પણ ચોંકી જશો.

આ પણ વાંચો – Covid-19 / વેક્સિન ન લેવાનાં કારણે આ દેશે શરૂ કર્યુ કડક વલણ, 27 વાયુ સૈનિકોને નોકરીમાંથી કાઢ્યાં

આપને જણાવી દઇએ કે, દમણમાં એક કિશોરને ઢોર માર મારવામાં આવ્યો ત્યાર બાદ તે કિશોરને એક થાંભલે બાંધી દેવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ કિશોર પર ચોરીનો આરોપ છે. આટલેથી ન અટકતા કેટલાક લોકોએ કિશોરને જાહેરમાં જ નગ્ન કરી અને એક વિજળીનાં થાંભલા સાથે બાંધી અને તેને ઢોરમાર મારી તાલિબાની સજા આપી હતી. આ તમામ દ્રશ્યો એક કેમેરામાં કેદ થઇ ગયા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઘટના દમણમાં બામણ પૂજા ગામમાં ઘટી હતી, જ્યા કિશોરને તાલિબાની સજા આપવાની આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળી રહેલી માહિતી અનુસાર, દમણ બામણ પૂજા ગામનાં બજારમાં એક કિશોરે ચોરી કરી હતી, જે બાદ તેને સ્થાનિક લોકોએ રંગે હાથ પકડી પાડ્યો હતો, જે બાદ તેને લોકો મન મૂકીને મારવાનું શરૂ કર્યુ હતુ. વળી વીડિયોમાં ઘણા લોકો તેને ચપ્પલથી પણ મારતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર વીડિયો એટલો ભયાનક છે કે તમે એક સમયે જોઇને કહેશો કે આ સજા તાલિબાનમાં આપવામા આવી રહી છે. આ વીડિયો જોવા બાદ એવુ કહેવાઇ રહ્યુ છે કે, લોકો હવે ન્યાય જાહેર રસ્તા પર પોતાના મનમાં આવે તે રીતે આપી રહ્યા છે.

આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / પુલવામામાં બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, લોકો દ્વારા આપવામા આવતી સજા બાદ કિશોર સતત લોકોની સામે હાથ જોડી તેને છોડવાનું કહી રહ્યો છે પરંતુ હાજર લોકો જાણે માનવતા ભૂલી જ ગયા હોય તેવુ વીડિયોમાં જોયા બાદ સમજી શકાય છે. વીડિયોમાં સમજી શકાય છે કે કેવી રીતે લોકો કાયદાને હાથમાં લઇ રહ્યા છે અને એક કિશોરને ચોરીનાં આરોપસર ઢોર માર મારી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોશો તો એક એકસાઇઝ વિભાગનાં પોલીસકર્મી પણ દેખાઇ રહ્યા છે જે લોકોને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક જ બનીને જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

નોંધ- મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતુ નથી….

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…