નિવેદન/ ઉત્તરપ્રદેશમાં તાલિબાની સ્ટાઇલ જેવું શાસન,દીદી PM મોદી કરતાં વધુ લોકપ્રિય : અભિષેક બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની સ્થિતિ જુઓ. ત્યાં ભાજપ તાલિબાન શૈલીમાં શાસન કરી રહ્યું છે

Top Stories India
TMC 1 ઉત્તરપ્રદેશમાં તાલિબાની સ્ટાઇલ જેવું શાસન,દીદી PM મોદી કરતાં વધુ લોકપ્રિય : અભિષેક બેનર્જી

TMC ના રાષ્ટ્રીય સચિવ અભિષેક બેનર્જીએ ઉત્તરપ્રદેશમાં તાલિબાન શૈલીના શાસનની વાત કરી છે. એટલું જ નહીં, તેમણે મમતા બેનર્જીને વિદેશ પ્રવાસ કરવાની પરવાનગી મામલે પણ  ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ભવાનીપુરમાં આયોજિત ચૂંટણી કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ત્યાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે, મમતા પેટા ચૂંટણીમાં ભવાનીપુરથી ઉમેદવાર છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની સ્થિતિ જુઓ. ત્યાં ભાજપ તાલિબાન શૈલીમાં શાસન કરી રહ્યું છે. અભિષેકે કહ્યું કે યુપીમાં લોકોને આઝાદી નથી. યોગી આદિત્યનાથ બધું નક્કી કરી રહ્યા છે. તેમણે મમતાને વિદેશ પ્રવાસની પરવાનગી ન મળવા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. અભિષેકે કહ્યું કે મમતાને વિશ્વ શાંતિ સંબંધિત બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારે તેમને જવા દીધા નહીં. અભિષેકે કહ્યું કે કેન્દ્ર સરકારે મમતાને જવા દીધા નથી કારણ કે તે મોદી કરતાં વધુ લોકપ્રિય છે.

અભિષેકે કહ્યું કે કેન્દ્ર સરકારે મમતાને જવા દીધી નહીં કારણ કે તે મોદી કરતાં વધુ પ્રખ્યાત છે. અભિષેક બેનર્જીએ કહ્યું કે ટીએમસી એકમાત્ર એવી પાર્ટી છે જે બહારના લોકો સાથે સંપૂર્ણ ઉત્સાહથી લડી રહી છે. તેમણે કહ્યું કે અમે ત્રિપુરા અને આસામ પહોંચી ગયા છીએ. આગામી દિવસોમાં અમે ગોવાની મુલાકાત પણ લઈશું. કાર્યકર્તાઓને તૈયાર પણ કરીશું.