Not Set/ નારી સંરક્ષણની વાત કરતા ભાજપનાં નેતાએ ખુલેઆમ પત્નિ પર જ કર્યો હુમલો, જુઓ વીડિયો

દિલ્હીમાં ભાજપનાં મહરૌલી જિલ્લા એકમનાં વડા, આઝાદ સિંહે તેમની પત્ની અને દક્ષિણ દિલ્હીનાં ભૂતપૂર્વ મેયર પર રાજ્ય કચેરીમાં જ કથિત રીતે હુમલો કર્યો હતો. પ્રકાશ જાવડેકરે બોલાવેલી બેઠક બાદ તુરંત જ સિંહે તેના પર હુમલો કર્યો હતો. સૂત્રોએ આ માહિતી આપી હતી. Delhi: Bharatiya Janata Party (BJP) yesterday removed its Mehrauli district president, Azad Singh […]

Top Stories India
1568911871 sarita chaudhary and azad singh slap scandal નારી સંરક્ષણની વાત કરતા ભાજપનાં નેતાએ ખુલેઆમ પત્નિ પર જ કર્યો હુમલો, જુઓ વીડિયો

દિલ્હીમાં ભાજપનાં મહરૌલી જિલ્લા એકમનાં વડા, આઝાદ સિંહે તેમની પત્ની અને દક્ષિણ દિલ્હીનાં ભૂતપૂર્વ મેયર પર રાજ્ય કચેરીમાં જ કથિત રીતે હુમલો કર્યો હતો. પ્રકાશ જાવડેકરે બોલાવેલી બેઠક બાદ તુરંત જ સિંહે તેના પર હુમલો કર્યો હતો. સૂત્રોએ આ માહિતી આપી હતી.

પાર્ટીનાં નેતાઓએ કહ્યું કે, તેમના વૈવાહિક જીવનમાં ઝઘડો થયો હતો અને સિંહે પત્ની સરિતા ચૌધરી સાથે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે જાવડેકરે વિધાનસભાની ચૂંટણીની તૈયારી માટે પંત માર્ગ સ્થિત પાર્ટી ઓફિસમાં બેઠક બોલાવી હતી. આ મીટિંગમાંથી બહાર આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો.

Image result for azad singh slapped wife

જાવડેકર વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીનાં પ્રભારી છે. તેમણે જણાવ્યું કે ઘણાં વર્ષોથી તેમના વૈવાહિક જીવનમાં ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ એવી અપેક્ષા નહોતી કે તેઓ આ રીતે લડશે. પાર્ટીનાં મહાસચિવ રાજેશ ભાટિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીની સૂચનાથી સિંહને મહરૌલી જિલ્લા પ્રમુખ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

Image result for azad singh slapped wife

આ ઘટનાનાં સાક્ષી એક નેતાએ જણાવ્યું હતું કે, જ્યારે લડાઇ શરૂ થઈ ત્યારે જાવડેકર પાર્ટીમાં ઓફિસમાં હાજર હતા. જોકે, ચૌધરીની પ્રતક્રિયા તાત્કાલિક મળી નહી પરંતુ સિંહે કહ્યું હતું કે તેણે પત્નીથી છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો છે.

તેમણે કહ્યું, ” તેમણે (ચૌધરી) પહેલા મને અપશબ્દો કહ્યા અને મારા પર હુમલો કર્યો. મેં તેમને આત્મરક્ષણમાં પાછળની તરફ ધકેલી દીધા હતા. દિલ્હી પોલીસનાં એક અધિકારીએ કહ્યું કે અમને કોઈની તરફથી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.