વિશ્વ મહામારીથી ઝઝુમી રહ્યો છે. કોરોનાથી સમગ્ર દુનિયા ત્રાહિમામ પોકારી ગઇ છે.આજે કોરોના સંક્રમણના કેસો ભારત પ્રથમ સ્થાને છે. દેશના હાલત કોરોનાના કારણે ખરાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકા રાષ્ટ્રપતિ બાઇડેન વચ્ચે રાત્રિના 10 કલાકે ફોન પર વાતચીત થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે કોરોના મહામારી સંદર્ભે વાતચીત થઇ હતી.
આ વાતચીત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરતા જણાવ્યું કે અમેરીકાના રાષ્ટ્રપતી બાઇડન સાથે મહત્વની અને ઉપયોગી વાતચીત થઇ હતી. બન્ને દેશોમાં કોરોના સ્થિતીને લઇને વિસ્તૃત ચર્ચા થઇ.
વેક્સિન માટે કાચો માલ અને દવાઓ અંગે ગંભીરતાથી વાતચીત થઇ હતી. આ સંક્ટના સમયે મદદ કરવા બદલ બાઇડેનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેથનીય છે કે અમેરીકાએ વેક્સીન માટે કાચોમાલ પુરો પાડવાની તૈયારી બતાવી છે. અને મેડીકલ સાધન સામગ્રી આપવાની પણ તૈયારી બતાવી છે.
