Covid-19/ વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

થોડા દિવસો પહેલા કોરોના વાયરસ આપણા જીવનથી ધીમે ધીમે જતો હોય તેવો માહોલ હતો. પરંતુ આજે તેની બીજી લહેર આવી હોય તેવો માહોલ છે.

India
Mantavya 65 વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

થોડા દિવસો પહેલા કોરોના વાયરસ આપણા જીવનથી ધીમે ધીમે જતો હોય તેવો માહોલ હતો. પરંતુ આજે તેની બીજી લહેર આવી હોય તેવો માહોલ છે. જણાવી દઇએ કે, દેશમાં ફરી કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. દરમિયાન તમિળનાડુ સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે.

Election / ચૂંટણીટાણે રાજકોટ ભાજપનાં નેતાનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ, આંતરિક જૂથવાદ સપાટીએ આવ્યો

આપને જણાવી દઇએ કે, દેશમાં આવતી કાલથી એટલે કે 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. ત્યારે સતત વધતા કોરોનાનાં કેસને ધ્યાનમાં લેતા તમિલનાડુમાં લોકડાઉન જરૂરી છૂટ સાથે 31 માર્ચ સુધી વધારવામાં આવ્યું છે. આ અંતર્ગત જિલ્લા વહીવટ વતી લોકોને જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટ લાઇન કર્મચારીઓ પછી, કોરોના રસીનાં આગામી તબક્કાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આગામી તબક્કામાં, 50 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને રસી આપવામાં આવશે. આ સંદર્ભે, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ રાજ્યોનાં મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. રાજ્યોને કેન્દ્ર દ્વારા તમામ પ્રકારનાં આરોગ્ય કેન્દ્રોમાં મોટા પાયે રસીકરણની તૈયારી માટેની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે.

Covid-19 / નવા કેસની સરખામણીએ ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

50 વર્ષથી વધુ ઉંમરનાં અને બિમાર લોકો માટે 1 માર્ચથી રસીકરણ શરૂ કરવામાં આવવાનું છે. તેમા હોસ્પિટલો, મેડિકલ કોલેજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી માંડીને પેટા કેન્દ્રો સુધીમાં વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યુ છે. આ કેન્દ્રોમાં રસીકરણ માટે જરૂરી કોલ્ડચેન તૈયાર કરવા જણાવવામાં આવ્યુ છે. કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને કહેવામાં આવ્યું છે કે, કોરોના રસીકરણ કાર્યક્રમ અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ ચલાવવુ અને 1 માર્ચથી, તે વિસ્તૃત ફોર્મેટમાં હોવુ જોઈએ. આ સાથે, મુખ્ય સચિવોને આ સંદર્ભમાં આરોગ્ય અધિકારીઓને સૂચનાઓ આપવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રો દ્વારા રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું છે કે 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણમાં, હજી પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ છે જેમને કોરોના રસી નથી મળી. આવા લોકોને ટૂંક સમયમાં જ રસી લાગુ કરવા કહેવામાં આવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ