Not Set/ યુપી/ હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા

નાકાના ખુરશીદબાગમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીને શુક્રવારે બપોરે ઘરે બે બદમાશો એ છરીના ઘા મારી ને હત્યા કરી દીધી હતી. બદમાશો મીઠાઈના ડબ્બામાં મૂકીને છરી અને કટ્ટા લાવ્યા હતા. તેમ,ના ગાળાના ભાગે ચાકૂના ઘા ઝીંકયા હોવાનું તથા  છાતીના ભાગે મળી ને 15 થી વધુ ઘા મરવામાં આવ્યા છે. પરિવારજનોએ તેમણે હોસ્પિટલ […]

India
કમલેશ યુપી/ હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની ગળુ કાપી હત્યા

નાકાના ખુરશીદબાગમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીને શુક્રવારે બપોરે ઘરે બે બદમાશો એ છરીના ઘા મારી ને હત્યા કરી દીધી હતી. બદમાશો મીઠાઈના ડબ્બામાં મૂકીને છરી અને કટ્ટા લાવ્યા હતા. તેમ,ના ગાળાના ભાગે ચાકૂના ઘા ઝીંકયા હોવાનું તથા  છાતીના ભાગે મળી ને 15 થી વધુ ઘા મરવામાં આવ્યા છે.

પરિવારજનોએ તેમણે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. પોલીસને બાતમી મળ્યા બાદ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી. ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની હાલત ગંભીર હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ ટીમ સર્વેલન્સની મદદથી આરોપીની શોધ કરી રહી છે તેમજ સેલફોનની વિગતો શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા રૂમમાં બે લોકોએ ચા પીધી અને પછી કટ્ટાને મીઠાઈના બોક્સમાથી બહાર કાઢ્યું હતું. આવેલા બે શખ્સો માઠી એકે તેમની ઉપર ગોળી ચલાવી હતી અને બીજા એ છરી વડે ઘ કર્યા હતા. જટિલ પરિસ્થિતિમાં કમલેશ તિવારીને ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કમલેશ તિવારી હત્યાથી લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો. કમલેશના સમર્થકો દ્વારા  દુકાનો બંધ કરીને દેખાવો શરૂ કર્યા. મોટી સંખ્યામાં પોલીસ દળ અને પીએસી તૈનાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.