નવી દિલ્લી
એક સ્કાય ડાઈવિંગ મહિલાએ વડાપ્રધાન મોદીને ૬૮માં જન્મદિવસ નિમિત્તે બધા કરતા અલગ રીતે શુભેરછા પાઠવી છે. ૩૫ વર્ષીય શીતલ મહાજને અમેરિકામાં ૧૩,૦૦૦ ફીટ ઉંચાઈથી છલાંગ લગાવી હતી અને હાથમાં વડાપ્રધાનને બર્થડેની શુભેરછા પાઠવતો સંદેશો રાખ્યો હતો.
પુણેમાં જન્મેલી શીતલ મહાજને સોમવારે શિકાગોમાં ૧૩ હજાર ફૂટ ઉંચાઈથી એક વિમાનમાંથી વડાપ્રધાનને જન્મદિવસની શુભેરછા પાઠવી હતી.
શીતલે આ વિડીયો જન્મદિવસની શુભેરછા સાથે પોતાના ફેસબુક એકાઉન્ટમાં મુક્યો હતો.
વર્ષ ૨૦૧૧માં શીતલ મહાજનને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.
છેલ્લા ચાર વર્ષોથી શીતલ મહાજન વડાપ્રધાન મોદીને મળવા માટે તેમના કાર્યાલયમાં ઘણા બધા ધક્કા ખાઈ ચુકી છે.
સોશિયલ મીડિયામાં આ સ્કાયડ્રાઈવરે વિડીયો શેર કરતા લખ્યું છે કે હું છેલ્લા ચાર વર્ષોથી વડાપ્રધાનને મળવા માટેના પ્રયત્નો કરી રહી છે પરંતુ મને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. મારા આ કારનામા પછી મને વડાપ્રધાન તરફથી કોઈ જવાબ જરૂર મળશે તેવી મને આશા છે.