Not Set/ IND vs AUS: પ્રથમ ટેસ્ટ માટે 12 ખેલાડીની જાહેરાત, ભુવી, કુલદીપ, જાડેજા બહાર

એડિલેડ: ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીજ યોજાવાની છે. આવતીકાલે તા. 6 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. આ સાથે ભારતીય કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાના 12 ખેલાડીની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ભારતીય કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ માટે 12 […]

Top Stories Trending Sports
IND vs AUS: 12 players Declared for the first test, Bhuvi, Kuldeep, Jadeja out

એડિલેડ: ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીજ યોજાવાની છે. આવતીકાલે તા. 6 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. આ સાથે ભારતીય કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાના 12 ખેલાડીની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.

ભારતીય કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભુવી, કુલદીપ અને જાડેજાના નામની બાદબાકી કરવામાં આવી છે. જયારે આ 12 નામમાં રોહિત શર્મા અને હનુમા વિહારીનો સમાવેશ કરાયો છે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે આ છે ભારતીય ક્રિકેટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય રહાણે (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા એહને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે.

 

ભારતીય ટીમમાં ઝડપી બોલિંગનું આક્રમણ સંભાળવાની જવાબદારી મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ ઉપર રહેશે. ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન નથી અપાયું. ઉમેશ યાદવ પણ બહાર બેસશે.

જયારે સ્પિન વિભાગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન પાસે રહેશે. જયારે તેના સાથીદાર રવિન્દ્ર જાડેજાને પસંદ કરાયા નથી. એટલું જ નહિ ચાઈનામેન કુલદીપ યાદવ પણ આ મેચના 12 ખેલાડીઓમાં નથી.

જયારે હનુમા વિહારી પોતાની ઓફ સ્પિન બોલિંગ દ્વારા કેપ્ટન કોહલીને ઉપયોગી નીવડી શકે છે. જો કે, ફાઈનલ ઈલેવનમાં રોહિત શર્મા અને હનુમા વિહારી બે માંથી એકને તક આપી શકાય છે.

આ અગાઉ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ સાઉથ ઓસ્ટ્રેલિયાનાં એડિલેડમાં યોજાનાર છે. આ સિરીજ બોર્ડર – ગવાસ્કર ટ્રોફી તરીકે રમાઈ રહી છે. જે અંગે ભારતીય કેપ્ટન કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનએ મેચ પહેલાં ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટનો કાર્યક્રમ :

૧. પહેલી ટેસ્ટ : ૬ થી ૧૦ ડિસેમ્બર : એડિલેડ

૨. બીજી ટેસ્ટ : ૧૪ થી ૧૮ ડિસેમ્બર : પર્થ

૩. ત્રીજી ટેસ્ટ : ૨૬ થી ૩૦ ડિસેમ્બર : મેલબર્ન

૪. ચોથી ટેસ્ટ : ૩ થી ૭ જાન્યુઆરી : સિડની