Not Set/ તમિલનાડુ: વેદાંતા ગ્રુપ વિરુદ્દ પ્રદર્શન, ૧૧ નાં મોત

આ ઘટનામાં ૪૦ થી વધારે લોકો જખમી થયા છે જેમાં ઘણા પત્રકાર અને કેમેરામેન પણ છે. લોકો મહિનાઓથી પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સ્ટરલાઈટ ફેક્ટરીથી ક્ષેત્રમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. મંગળવારે આ પ્રદર્શન હિંસક થઇ ગયું હતું. આ પ્રદર્શનમાં સામાન્ય લોકો અને પોલીસ વચ્ચે ઝડપ થઇ ગઈ હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર પોલીસે […]

Top Stories India
101674799 9cd3e89b b3ee 4ae2 a3a3 ab2479937efc તમિલનાડુ: વેદાંતા ગ્રુપ વિરુદ્દ પ્રદર્શન, ૧૧ નાં મોત

આ ઘટનામાં ૪૦ થી વધારે લોકો જખમી થયા છે જેમાં ઘણા પત્રકાર અને કેમેરામેન પણ છે. લોકો મહિનાઓથી પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે સ્ટરલાઈટ ફેક્ટરીથી ક્ષેત્રમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. મંગળવારે આ પ્રદર્શન હિંસક થઇ ગયું હતું.

આ પ્રદર્શનમાં સામાન્ય લોકો અને પોલીસ વચ્ચે ઝડપ થઇ ગઈ હતી. મીડિયા રીપોર્ટસ અનુસાર પોલીસે ગોળીબાર શરુ કરી દીધો હતો, અને આમાં જ ૧૧ લોકોના મોત થઇ ગયા હતા. પોલીસનું કહેવું છે કે જયારે પ્રદર્શનકારીઓએ પથ્થર ફેંકવાનું શરુ કર્યું ત્યારે પોલીસે લાઠી ચાર્જ શરુ કર્યો હતો. પોલીસના કહેવા અનુસાર માહોલ અનિયંત્રિત થવાના કારણે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી.

સ્થાનીય લોકો આ પ્લાન્ટને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે પ્લાન્ટથી થનાર પ્રદુષણના કારણે સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી બીમારીઓની સમસ્યાઓનું સંકટ શરુ થઇ ગયું હતું. આ કંપનીએ હાલમાં પોતાની યુનિટ વધારવાની વાત કરી હતી. વિરોધ પ્રદર્શનને દેખાતા પોલીસ બોલાવવામાં આવી હતી.

ડીએમકે ના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલીને પોલીસની ગોળીબારીની નિંદા કરી છે. રાજ્ય સરકારે પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવાની પ્રાર્થના કરી છે અને પ્લાન્ટ વિરુદ્ધ કાનૂની કાર્યવાહીકરવાનું આશ્વાસન આપ્યું છે.