risk of bird flu/ બર્ડફ્લુને લઈ તાપી કલેક્ટરનું જાહેરનામું, મહારાષ્ટ્રના મરઘા પેદાશ પર ગુજરાતમાં પ્રતિબંધ

કોરોના મહામારી સામેની વિશ્વ સાથે લડાઈ લડી રહેલા ગુજરાત મહારાષ્ટ્ર સરહદી ક્ષેત્રોમાં બર્ડ ફ્લુને લઈને તાપી પ્રશાસન સતર્ક થઈ ગયું છે. બર્ડ ફ્લુનો ગુજરાતમાં મોટા પાયે પગપેસારો થાય તે પહેલા 

Top Stories Gujarat
1

કોરોના મહામારી સામેની વિશ્વ સાથે લડાઈ લડી રહેલા ગુજરાત મહારાષ્ટ્ર સરહદી ક્ષેત્રોમાં બર્ડ ફ્લુને લઈને તાપી પ્રશાસન સતર્ક થઈ ગયું છે. બર્ડ ફ્લુનો ગુજરાતમાં મોટા પાયે પગપેસારો થાય તે પહેલા  ગુજરાત બોર્ડર ઉપર પણ સતર્કતા રાખવામાં આવી રહી છે. બર્ડ ફ્લુને લઈ તાપી કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં મહારાષ્ટ્રના મરઘા પેદાશનો ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.બહારથી આવતા પક્ષીઓ ન આવે તેવી પણ યોગ્ય વ્યવસ્થા કરવા સૂચન અપાયું છે. અસરગ્રસ્ત વિસ્તાર મહારાષ્ટ્રના નંદુરબાર તેમજ નવાપુરા થઈ કોઈ પણ મરઘા પેદાશનો ગુજરાતમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે.

Rajkot / કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચવા મામલે વોર્ડ નં14ના ઉમેદવાર વિજય જાની 6 વર્ષ માટે સસ્પેન્ડ

તાપી જિલ્લા કલેક્ટર આર. જે. હાલાણી દ્વારા બર્ડફલૂને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.એટલું જ નહીં, મરઘાંઓ ગુજરાતથી બહાર પણ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને પોલ્ટ્રી ફોર્મમાં રક્ષણાત્મક પહેરવેશ વાપરવા સૂચનો આપવામાં આવ્યા છે.ઉચ્છલ તાલુકાના 10 કિલોમીટરની ત્રિજ્યામા મરઘા પાલનની તમામ સાધન સામગ્રી બહાર લાવવા લઇ જવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા તમામ કર્મચારીઓ રક્ષણાત્મક પહેરવેશ પહેરવાનું રહેશે.

International / PM મોદી અને US રાષ્ટ્રપતિ જો બિડને ઇન્ડો-અમેરિકી બાબતોને લઇને કરી ચર્ચા

 કોરોના વાઈરસ સંક્રમણની વચ્ચે બર્ડફ્લૂ મોટો ખતરો બની રહ્યા છે અને મહારાષ્ટ્ર પછી દેશના એક પછી એક એમ કુલ 9 રાજ્યોમાં તેનો પગ પેસારો થઈ ચૂક્યો છે. કેરળથી શરૂ થયેલ બર્ડફ્લૂ અત્યાર સુધી 9 રાજ્યોને પોતાની ઝપટમાં લઈ ચૂક્યું છે. બર્ડફ્લૂ કેરળ સિવાય ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તરપ્રદેશ પહોંચી ચૂક્યો છે. આ રાજ્યોમાં કાગડાઓ સિવાય મોટી સંખ્યામાં બીજા પક્ષીઓના મોત થયા છે. ત્યારપછી ખતરાને જોતા અન્ય રાજ્યોના પશુ અને પક્ષી વિભાગોને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ બર્ડફ્લૂને લઈને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…