Jammu Kashmir News/ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો: નોન-કાશ્મીરી મજૂરો પર ફાયરિંગ, એકનું મોત, એક ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ નોન-કાશ્મીરી મજૂરો (Non Kashmiri Workers,)ને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ (Target Killing)ની ઘટનામાં એક મજૂરનું મોત થયું છે

Top Stories India
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ નોન-કાશ્મીરી મજૂરો (Non Kashmiri Workers,)ને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો

Jammu Kashmir News : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે સાંજે આતંકવાદીઓએ નોન-કાશ્મીરી મજૂરો (Non Kashmiri Workers,)ને નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ (Target Killing)ની ઘટનામાં એક મજૂરનું મોત થયું છે, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ મજૂરને સારવાર માટે અનંતનાગ (Anantnag)મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ હુમલો કુલગામ (Kulgam Terror Attack)ના કેલમ વિસ્તારમાં થયો હતો.

હુમલાનો ભોગ બનેલા બંને મજૂરો છત્તીસગઢના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેમની ઓળખ દીપક અને ભૂપિન્દર તરીકે થઈ છે. જેમાં દીપકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ભૂપિન્દર હાલ સારવાર હેઠળ છે.

હુમલાની માહિતી મળતા જ સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. માર્ગો પર નાકાબંધી કરીને વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હુમલાખોરોની શોધ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

10 દિવસ પહેલા પણ થયો હતો આતંકી હુમલો

આ પહેલાં 21 જુલાઈએ અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યુટીમાં તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તાજેતરમાં વધેલી આતંકી ગતિવિધિઓ

તાજેતરના અઠવાડિયાઓમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓમાં વધારો નોંધાયો છે.

  • 18 જુલાઈ: રાજૌરી જિલ્લાના LoC નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા શંકાસ્પદ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો.
  • 8 જુલાઈ: શોપિયાંમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર ઝાકિર અહેમદ ગનીને ઠાર મારવામાં આવ્યો હતો. તે પહેલગામ હુમલા બાદ જાહેર કરાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાં સામેલ હતો.

કુલગામમાં થયેલા આ તાજા હુમલાએ ફરી એકવાર કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સુરક્ષા દળો આતંકવાદીઓને ઝડપવા માટે સમગ્ર વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.


આ પણ વાંચો :  પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત

આ પણ વાંચો :  જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 રાઈફલ પણ જપ્ત કરી

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો અંત, ગુફા બની કબર, સેનાએ લીધો શહીદોનો બદલો