Not Set/ એરઇન્ડિયા ખરીદવાની રેસમાં ઘણી કંપનીઓ,પરંતુ ટાટા સન્સ સૌથી મોટો દાવેદાર

ટાટા જૂથની આ કંપનીએ એર ઇન્ડિયા ખરીદવા માટે રસ દાખવ્યો છે. જો બધુ બરાબર ચાલે તો આ વર્ષના અંત સુધીમાં ત્રીજી સૌથી મોટી એરલાઇન ટાટા જૂથના હાથમાં આવી જશે.

Trending Business
aap 9 એરઇન્ડિયા ખરીદવાની રેસમાં ઘણી કંપનીઓ,પરંતુ ટાટા સન્સ સૌથી મોટો દાવેદાર

દેવામાં ડૂબી ગયેલી સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયાના વેચાણની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે. આ એરલાઇન ખરીદવાની રેસમાં ઘણી કંપનીઓ સામેલ છે, પરંતુ ટાટા સન્સને સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે. ટાટા જૂથની આ કંપનીએ એર ઇન્ડિયા ખરીદવા માટે રસ દાખવ્યો છે. જો બધુ બરાબર ચાલે તો આ વર્ષના અંત સુધીમાં ત્રીજી સૌથી મોટી એરલાઇન ટાટા જૂથના હાથમાં આવી જશે. ટાટા જૂથ હાલમાં એર એશિયા અને વિસ્તારામાં હિસ્સો ધરાવે છે. ચાલો જાણીએ કે કઈ એરલાઈનમાં ટાટા જૂથનો કેટલો હિસ્સો છે.

વિસ્તારા એરલાઇન: વિસ્તારા એરલાઇન ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ (SIA) વચ્ચે સંયુક્ત સાહસ છે. જેમાં ટાટા સન્સ 51 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે સિંગાપોર એરલાઇન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે. કંપની ટાટા એસઆઇએ એરલાઇન્સ લિમિટેડ તરીકે નોંધાયેલ છે. જ્યારે વિસ્તારા પાસે 47 વિમાનો છે,  દરરોજ 200 થી વધુ ફ્લાઇટ્સ ઉડે છે.

એર એશિયા: મલેશિયાની એરલાઈન્સ કંપની એર એશિયા બર્હાડ અને ટાટા સન્સના સંયુક્ત સાહસ દ્વારા 2013 માં એરએશિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ કંપનીમાં ટાટા સન્સનો 51 ટકા હિસ્સો હતો, જ્યારે એર એશિયા બેરહાડનો 49 ટકા હિસ્સો હતો. જો કે, ગયા વર્ષે એરએશિયા બર્હાડે તેનો 32.67% હિસ્સો ટાટા સન્સને 276 કરોડમાં વેચ્યો હતો. હવે કંપનીમાં ટાટા સન્સનો હિસ્સો વધીને 83.67%થયો છે.

શું ટાટા 70 વર્ષ પછી ફરી એકવાર એર ઇન્ડિયા મેળવશે?

ભલે એર ઇન્ડિયા હજુ પણ સરકારના કબજામાં છે, પરંતુ લગભગ 70 વર્ષ પહેલા આ એરલાઇન JRD ટાટા દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે વર્ષ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી, જે બાદમાં ટાટા એરલાઇન્સ બની અને 29 જુલાઇ 61946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. જોકે, 1953 માં સરકારે ટાટા એરલાઇન્સનો કબજો લીધો. હવે ફરી એક વખત ટાટા જૂથની કંપની ટાટા સન્સે એર ઇન્ડિયા ખરીદવામાં રસ દાખવ્યો છે.

તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. હવે ફરી એક વખત ટાટા ગ્રુપના ટાટા સન્સે આ એરલાઇનમાં રસ દાખવ્યો છે. એટલે કે, લગભગ 70 વર્ષ પછી ફરી એક વખત એર ઇન્ડિયા ટાટા ગ્રુપ પાસે જાય તેવી ધારણા છે. ટાટા સન્સ ગ્રુપમાં 66 ટકા હિસ્સો ધરાવે છે, અને તે ટાટા ગ્રુપના મોટા હિસ્સેદાર છે.

દરમિયાન, સરકારે કહ્યું કે તેને રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ખરીદવા માટે ઘણી નાણાકીય બિડ મળી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) ના સચિવ તુહિનકાંત પાંડેએ ટ્વિટર પર લખ્યું: “ટ્રાન્ઝેક્શન એડવાઇઝરને એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ માટે નાણાકીય બિડ મળી છે. પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે.”

જોકે, બાદમાં સરકારે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા અને ખરીદદારોને નવો વિકલ્પ આપ્યો. આ પછી કોરોના આવ્યો અને તેના કારણે વિનિવેશની પ્રક્રિયામાં વિલંબ થયો. સરકારે સંભવિત બિડર્સને એપ્રિલ, 2021 માં નાણાકીય બિડ રજૂ કરવા કહ્યું હતું. તેનો સમયગાળો 15 સપ્ટેમ્બર સુધીનો હતો. જોકે, સફળ બિડરને એર ઇન્ડિયાની સસ્તી એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસનું 100 ટકા નિયંત્રણ પણ મળશે.