Not Set/ ટીસીએસ ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે દેશની સૌથી મોટી આઈ.ટી કંપની બની

મુંબઈ, દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટનસી સર્વિસીસ  (ટીસીએસ) ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે રીલાયન્સને પછાડીને દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. ટીસીએસનો માર્કેટ કેપ અત્યારે ૬,૦૦,૫૬૯.૪૫ કરોડ રૂપિયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરમાં વધારો થવાના કારણે કંપનીએ આ સ્થાન મેળવ્યુ છે. જ્યારે રીલાયન્સનુ માર્કેટ કેપ અત્યારે ૫,૮૭,૫૭૦.૫૬ કરોડ રૂપિયા […]

Business
tcs ટીસીએસ ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે દેશની સૌથી મોટી આઈ.ટી કંપની બની
મુંબઈ,
દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટનસી સર્વિસીસ  (ટીસીએસ) ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે રીલાયન્સને પછાડીને દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે. ટીસીએસનો માર્કેટ કેપ અત્યારે ૬,૦૦,૫૬૯.૪૫ કરોડ રૂપિયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરમાં વધારો થવાના કારણે કંપનીએ આ સ્થાન મેળવ્યુ છે.
જ્યારે રીલાયન્સનુ માર્કેટ કેપ અત્યારે ૫,૮૭,૫૭૦.૫૬ કરોડ રૂપિયા છે જે ટીસીએસ કરતા ૧૨,૯૯૮.૮૯ કરોડ રૂપિયા ઓછો છે. ટોચની પાંચ કંપનીઓમાં ટીસીએસ પ્રથમ જ્યારે રીલાયન્સ બીજા ક્રમાંકે છે. જ્યારે ૪,૯૯,૮૯૨.૨૪ કરોડના માર્કેટ કેપ સાથે એચડીએફસી બેંક ભારતની ત્રીજી સૌથી મોટી કંપની છે. ૩,૧૯,૭૫૨.૫૩ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે આઈટીસી દેશની ચોથી સૌથી મોટી કંપની છે. જ્યારે ૩,૦૬,૪૧૬.૯૩ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે એચડીએફસી પાંચમી સૌથી મોટી કંપની છે.
1 650 012918053124 ટીસીએસ ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટકેપ સાથે દેશની સૌથી મોટી આઈ.ટી કંપની બની
મહત્વનુ છે કે થોડા સમય પહેલા ટાટા ગ્રુપના ચેરમેન રતન તાતા કર્મચારીઓ સામે ભાવૂક થયા હતા. તેઓ ટાટા મોટર્સને  મળેલ એક નિષ્ફળ કંપનીની ઓળખથી દુઃખી છે. તેમણે જણાવ્યુ હતું કે ટાટા મોટર્સના કર્મચારીઓએ મહેનત કરીને આ કંપનીને ફરી એકવાર દેશની સૌથી મોટી કંપની બનાવવી જાઈએ. તેમણે જણાવ્યુ કે છેલ્લા પાંચ વર્ષમાં ટાટા ગ્રુપની આ કંપનીનબજાર ભાગીદારી ઘટી છે. તેમજ જ્યારે હવે દેશઆ કંપનીને એક નિષ્ફળ કંપની તરીકે જુએ છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે.