આંધ્રપ્રદેશ/ નંદીગામામાં રોડ શો દરમિયાન TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ પર હુમલો, CSO ઘાયલ

ટીડીપીના વડાએ હુમલા માટે YSRCPને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે તેમની સુરક્ષા માટે ઓછા પોલીસ દળોને જાણીજોઈને તૈનાત કરવામાં આવ્યા હતા

Top Stories India
4 5 નંદીગામામાં રોડ શો દરમિયાન TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ પર હુમલો, CSO ઘાયલ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. તેઓ રાજ્યના એનટીઆર જિલ્લાના નંદીગામા ખાતે રોડ શો કરી રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરબાજીમાં ચંદ્રબાબુ નાયડુના CSO ઘાયલ. હુમલા દરમિયાન સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક અસામાજિક તત્વોએ નાયડુના કાફલા પર હુમલો કર્યો હતો.

ટીડીપીના વડાએ હુમલા માટે YSRCPને જવાબદાર ઠેરવ્યું છે અને કહ્યું છે કે તેમની સુરક્ષા માટે ઓછા પોલીસ દળોને જાણીજોઈને તૈનાત કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રબાબુ નાયડુએ હુમલા બાદ કાફલા પર સુરક્ષામાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે હુમલા માટે YSRCPને જવાબદાર ઠેરવ્યું છે. અગાઉ ટીડીપી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. રિપોર્ટ અનુસાર, પોલીસ TDP પર રોડ શો ખતમ કરવા માટે દબાણ કરી રહી હતી.

નાયડુના રોડ શોમાં ભારે ભીડ જોવા મળતાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સૂર્યા રેડ્ડી નામના ટ્વિટર યુઝરે એક વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે ચંદ્રાબાબુ નાયડુના મુખ્ય સુરક્ષા અધિકારીના મોંની નજીકથી લોહી નીકળી રહ્યું છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મુખ્ય સુરક્ષા અધિકારી રૂમાલ વડે તેમનું લોહી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં હજારો લોકો ઉમટ્યા હતા.