Not Set/ ફાજલ શિક્ષકોની ફાળવણીનો કેસ મુલતવી રાખવા શિક્ષક સંઘની માગણી

  રાજકોટ. આગામી તા.13 તારીખનાં રોજ રાજકોટ ખાતે ફાજલ શિક્ષકોને ફાળવણી માટેનો કેમ્પ યોજાવાનો છે, તે મુલત્વી રાખીને અન્ય તારીખે કેમ્પ યોજવાની માંગણી રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ પંડયા અને મંત્રી ડો.લીલાભાઈ કડછાએ કરી છે. આ અંગેના એક આવેદનપત્રમાં જણાવાયા મુજબ વર્ગ ઘટાડાની દરખાસ્ત તારીખ 7 ઓગસ્ટથી પાંચ દિવસમાં મગાવવામાં આવેલ છે. […]

Top Stories Gujarat Rajkot
0e36f69ecfd19e9bf513da16d4558194 ફાજલ શિક્ષકોની ફાળવણીનો કેસ મુલતવી રાખવા શિક્ષક સંઘની માગણી

 

રાજકોટ.

આગામી તા.13 તારીખનાં રોજ રાજકોટ ખાતે ફાજલ શિક્ષકોને ફાળવણી માટેનો કેમ્પ યોજાવાનો છે, તે મુલત્વી રાખીને અન્ય તારીખે કેમ્પ યોજવાની માંગણી રાજકોટ જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ પંડયા અને મંત્રી ડો.લીલાભાઈ કડછાએ કરી છે.

આ અંગેના એક આવેદનપત્રમાં જણાવાયા મુજબ વર્ગ ઘટાડાની દરખાસ્ત તારીખ 7 ઓગસ્ટથી પાંચ દિવસમાં મગાવવામાં આવેલ છે. પરંતુ તારીખ 11 અને 12ના રોજ શનિ-રવિની રજા હોવાથી વર્ગ ઘટાડાની દરખાસ્ત કરે અને તેના શિક્ષકો શાળા ફાજલ કરે તો સંભવ છે કે આ શિક્ષકોનો તારીખ 13 ના કેમ્પમાં સમાવેશ નહીં થઈ શકે અને સિનિયર શિક્ષકને શાળાની પસંદગીમાં અન્યાય થવાની ભીતિ છે.

જો કે વાત કરવામાં આવે તો 13 તારીખનાં બદલે ઓગસ્ટ માસના અંતમાં આવો કેમ્પ યોજાય તે જરૂરી છે તેવી માંગણી રવામાં આવી રહી છે.