Delhi Fire/ દિલ્હી આગમાં 27ના મોત, 19 ગુમ, બચાવ કામગીરી ચાલુ

શુક્રવારે દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી જેમાં 27 લોકો દાઝી ગયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

Top Stories India
Delhi fire

શુક્રવારે દિલ્હીના મુંડકામાં મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી જેમાં 27 લોકો દાઝી ગયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. જ્યાં આગ લાગી તે 4 માળની ઇમારત છે જેનો વ્યવસાયિક રીતે કંપનીઓને ઓફિસની જગ્યા આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આગની ઘટના બિલ્ડીંગના પહેલા માળે સાંજે 4 વાગ્યે શરૂ થઈ હતી જેમાં સીસીટીવી કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ/એસેમ્બલિંગ કંપનીની ઓફિસ છે, ત્યારબાદ આગ ફેલાઈ ગઈ હતી અને સમગ્ર ઈમારતને લપેટમાં લીધી હતી. આગની માહિતી મળતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. 7 કલાક સુધી ચાલેલા બચાવ અભિયાનમાં 27 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘણા લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બચાવ કાર્ય હજુ ચાલુ છે.

આ કંપનીમાં મોટાભાગની મહિલા કર્મચારીઓ કામ કરતી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે કાચ તોડ્યા બાદ ઘણા લોકો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા, જેમને નજીકની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસપાસની દુકાનો, ઘરો અને લોકો દ્વારા ઘણા લોકોને કોઈ રીતે બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં રહેલા મોટાભાગના લોકો અંદર ફસાઈ ગયા હતા.

ઘટના સમયે બિલ્ડિંગમાં હાજર લોકોના પરિવારજનો ખૂબ જ પરેશાન છે. હજુ સુધી તેમની પાસે ફસાયેલા લોકો વિશે કોઈ માહિતી નથી. તેઓ તેમની માહિતી માટે હોસ્પિટલથી હોસ્પિટલ સુધી ભટકી રહ્યા છે. કોઈ પોતાની બહેનની શોધમાં ભટકે છે તો કોઈ પોતાની દીકરીને શોધે છે.

આ પણ વાંચો:દેશમાં કોરોના વાયરસના કેસ ફરી વધ્યા, 24 કલાકમાં 2,858 નવા કેસ, 11 લોકોના મોત