અપીલ/ અમેરિકાએ તાલિબાનને જવાબદાર ઠેરવવા પી -5 દેશોને એક થવા કરી અપીલ

યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને માનવતાવાદી તરીકે અફઘાનિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

Top Stories
11 3 અમેરિકાએ તાલિબાનને જવાબદાર ઠેરવવા પી -5 દેશોને એક થવા કરી અપીલ

અફધાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યો પછી સમગ્ર વિશ્વમાં હાહાકાર થઇ ગયો હતો. ત્યાર પછી અમેરિકન સૈનિકો પરત ફર્યાની ઘટના અને અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે ,હાલમાં જે પરિસ્થિતિ અફઘાનિસ્તાનની છે તે તમામ વિશ્વ જોઇ રહ્યું છે તેમના તઘલખી ફરમાન ફરીએકવાર ચાલુ થયાં છે જેના લીધે અફઘાનિસ્તનની સ્થિતિ સારી નથી,વર્તમાનમાં ત્યાં ભુખમરો વધી રહ્યો છે.

યુનાઇટેડ સ્ટેટ્સે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટમાં એકતા અને તાલિબાનને તેની પ્રતિબદ્ધતાઓ માટે જવાબદાર ઠેરવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યોને હાકલ કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને માનવતાવાદી તરીકે અફઘાનિસ્તાનમાં ગરીબીથી પીડિત લોકોને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયા પી -5 તરીકે ઓળખાય છે. આ પાંચ દેશો સંયુક્ત રાષ્ટ્રના કાયમી સભ્યો છે અને તેઓ વીટો પાવરનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે. બેઠકમાં, યુ.એસ. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિન્કેને વિશ્વમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવવા માટે રચનાત્મક P-5 ની એકતા અને ક્રિયા પર ભાર મૂક્યો હતો. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે સેક્રેટરી ઓફ સ્ટેટે અફઘાનિસ્તાનમાં એક સમાવિષ્ટ સરકાર માટે પી -5 દેશોની સહિયારી અપેક્ષાઓ પર પણ ભાર મૂક્યો હતો.