Cricket/ મેલબોર્નમાં બલ્લે બલ્લે કરવા તૈયાર ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયાએ આપ્યો આ આસાન ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત આજે એટલે કે મંગળવારે રમાઇ રહે છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 200 રન બનાવ્યા છે….

Sports
icc 3 મેલબોર્નમાં બલ્લે બલ્લે કરવા તૈયાર ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયાએ આપ્યો આ આસાન ટાર્ગેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ બોક્સીંગ ડે ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમત આજે એટલે કે મંગળવારે રમાઇ રહે છે. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 200 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 70 રનનો સરળ લક્ષ્ય મળ્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગ 200 રને પૂર્ણ થઈ ગઇ છે અને ભારતને જીતવા માટે હવે 70 રનનો સરળ લક્ષ્ય મળ્યો છે. કેમેરોન ગ્રીનએ યજમાનો તરફથી સર્વાધિક 45 રન બનાવ્યા છે, જ્યારે ઓપનર મેથ્યુ વેડે 40 રનનું યોગદાન આપ્યું હતું. માર્નસ લેબુચેને 28 રનનું યોગદાન આપ્યું હતું અને પેટ કમિન્સે 22 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમતા મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 3 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ ઝડપી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…