Cricket/ કોહલી બાદ કોણ બનશે નવો કેપ્ટન? જાણો આ વિશે સાંસદ શશી થરૂરની ભવિષ્યવાણી

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારની રમત બતાવી છે તે પછી, દરેક ટીમ ઈન્ડિયાનાં ચાહક બની ગયા છે. શ્રેણી દરમિયાન ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રહ્યા…

Sports
sssss 121 કોહલી બાદ કોણ બનશે નવો કેપ્ટન? જાણો આ વિશે સાંસદ શશી થરૂરની ભવિષ્યવાણી

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારની રમત બતાવી છે તે પછી, દરેક ટીમ ઈન્ડિયાનાં ચાહક બની ગયા છે. શ્રેણી દરમિયાન ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા રહ્યા, પરંતુ તેમ છતા, યુવા ખેલાડીઓનાં શાનદાર પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને તેના જ ગ્રાઉન્ડ પર હરાવવામાં સફળ રહી.

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાં તેમના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કરનારા યુવા ખેલાડીઓમાં શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની અને ટી નટરાજન છે. આ ઐતિહાસિક જીત બાદ સાંસદ શશી થરૂરે વિરાટ બાદ ટીમ ઈન્ડિયાનાં નવા કેપ્ટનને લઇને એક મોટી આગાહી કરી છે. તેમણે વિરાટ કોહલી પછી શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન બનશે તેવી આગાહી કરી છે. સ્પોર્ટ્સ કીડા સાથે વાત કરતાં શશી થરૂરે કહ્યું, ‘આ યુવા ખેલાડી એવી રીતે વર્તે છે કે તેના ખભા પર મોટી જવાબદારીઓ છે. જો તે આવતા વર્ષોમાં આમ કરવામાં સફળ રહ્યો તો તે આ ટીમનો કેપ્ટન બની શકે છે. તે એક મહાન ખેલાડી છે જે સમૂહ સાથે આગળ વધી શકે છે. તેમણે કહ્યું, ‘તેમના વિશે ઘણી બાબતો છે જેની ચર્ચા થઈ શકે છે. મેં 21 વર્ષનાં ખેલાડીને જોતાં એક વસ્તુ જે અનુભવી તે છે તેનો આત્મવિશ્વાસ. અને શ્રેષ્ઠ ભાગ તે શાંત રહે છે. તેની આસપાસ કોઈપણ પ્રકારની નર્વસ એનર્જી નથી દેખાતી. અને આ બાબતો મને પ્રભાવિત કરે છે.’

બ્રિસ્બેન ટેસ્ટ મેચની અંતિમ ઇનિંગ્સમાં શુભમેન ગિલે 91 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની 6 ઇનિંગ્સમાં 259 રન બનાવ્યા હતા. ગિલને પહેલીવાર તક મળી જ્યારે પૃથ્વી શોનું પ્રદર્શન ખૂબ ખરાબ હતુ. ગિલે તેની પ્રથમ ટેસ્ટ ઇનિંગ્સમાં 45 રન બનાવ્યા હતા અને તેણે તકને જવા ન દીધી. શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં પણ જોવા મળશે. ગિલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને ઇશાંત શર્મા પણ ટીમમાં વાપસી કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી રમાશે. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો