IND VS WI/ રોહિત-કોહલીની જોડી માત્ર 94 રન બનાવશે અને આ યાદીમાં જોડાઈ જશે નામ

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારત પાસે ઘણા રેકોર્ડ બનાવવાનો સમય હશે. બધાની નજર રમાઇ રહેલી વનડે સીરીઝની પ્રથમ મેચ પર રહેશે. ભારતનાં નવા કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે 4906 રનની ભાગીદારી થઈ છે.

Sports
1 2022 02 06T152706.436 રોહિત-કોહલીની જોડી માત્ર 94 રન બનાવશે અને આ યાદીમાં જોડાઈ જશે નામ

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝની પ્રથમ મેચમાં ભારત પાસે ઘણા રેકોર્ડ બનાવવાનો સમય હશે. બધાની નજર રમાઇ રહેલી વનડે સીરીઝની પ્રથમ મેચ પર રહેશે. ભારતનાં નવા કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે 4906 રનની ભાગીદારી થઈ છે. આ જોડીને 5000 રનની ભાગીદારી પૂર્ણ કરવા માટે માત્ર 94 રનની જરૂર પડશે. આ પછી આ જોડી સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જેમ 5000 રન પુરા કરનાર પાર્ટનરની યાદીમાં પણ જોડાઈ જશે.

આ પણ વાંચો – AUSW vs ENGW / Ellyse Perry એ બીજી ODI મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું, ઈંગ્લેન્ડે ગુમાવી ODI સીરીઝ

ભલે વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી એકસાથે ઓપનિંગ કરતી નથી. પરંતુ બંનેએ ઘણા રન બનાવ્યા છે. જો આ સીરીઝની પ્રથમ મેચમાં બંને 94 રનની ભાગીદારી કરે છે તો તે 5000થી વધુ રનની ભાગીદારી કરનાર ત્રીજી જોડી બની જશે. આ યાદીમાં અગાઉ સચિન તેંડુલકર-સૌરવ ગાંગુલી અને શિખર ધવન-રોહિત શર્માનાં નામ સામેલ છે. રોહિત અને કોહલીએ 81 ઇનિંગ્સમાં 18 સદી અને 15 અડધી સદીની મદદથી 4906 રન બનાવ્યા છે. તેની એવરેજ 64.55 છે અને સૌથી વધુ 246 રનની ભાગીદારી છે. આ યાદીમાં સૌથી ઉપર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની શાનદાર ભાગીદારી છે. બંનેએ 176 ઇનિંગ્સમાં રેકોર્ડ 8227 રન બનાવ્યા છે. જેમાં 26 સદી અને 29 અડધી સદીની ભાગીદારી છે. બીજા નંબર પર રોહિત અને શિખર ધવનની જોડી છે જેણે 112 ઇનિંગ્સમાં 5023 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 15 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો – શ્રદ્ધાંજલિ / લતા મંગેશકરના નિધન બાદ ક્રિકેટરોમાં શોકની લહેર, વિરાટ કોહલી સહિત અનેક દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODI ભારતની 1000મી ODI હશે. આજ સુધી કોઈપણ ટીમે ODI સીરીઝમાં 1000 મેચ રમી નથી. 2002માં ઈંગ્લેન્ડ સામે રમીને ભારતે તેની 500 ODI મેચ પૂરી કરી હતી. તે સમયે ભારતનો કેપ્ટન સૌરવ ગાંગુલી હતો.