U19 World Cup/ ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને રગદોડ્યું, ભારતનો એક જ બેટ્સમેન પડ્યો ભારે

આ અઠવાડિયે વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 વર્લ્ડકપ શરૂ થવાનો છે. ભારતે તેની પ્રથમ મેચ 15 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. ભારતે અંડર-19 વર્લ્ડકપની સતત બીજી પ્રેક્ટિસ મેચ જીતી લીધી છે.

Sports
U19 India vs Australia

આ અઠવાડિયે વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 વર્લ્ડકપ શરૂ થવાનો છે. ભારતે તેની પ્રથમ મેચ 15 જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. ભારતે અંડર-19 વર્લ્ડકપની સતત બીજી પ્રેક્ટિસ મેચ જીતી લીધી છે. પ્રેક્ટિસ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું છે.

11 2022 01 12T150140.558 ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને રગદોડ્યું, ભારતનો એક જ બેટ્સમેન પડ્યો ભારે

આ પણ વાંચો – મોંઘવારીની માર / શ્રીલંકામાં શાકભાજીના ભાવ આસમાને,લીલા મરચાં 700 રૂપિયા પ્રતિ કિલો, જાણો સમગ્ર વિગત

ઓપનિંગ બેટ્સમેન હનૂર સિંહ ભારતની જીતનો હીરો રહ્યો હતો. હનૂરે અણનમ 100 રન બનાવ્યા અને તેની ઇનિંગ્સનાં આધારે ભારતે 269 રનનો ટાર્ગેટ એક વિકેટના નુકસાને હાંસલ કર્યો. પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન કૂપર કોનોલીનાં 117 રનની મદદથી 49.2 ઓવરમાં 268 રન બનાવ્યા હતા. કોનોલીએ પોતાની ઇનિંગમાં 14 ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા. હનૂરે 16 ચોક્કાની મદદથી 100 રન બનાવ્યા હતા. તેને શેખ રાશિદનો સારો સાથ મળ્યો જેણે 72 રનની ઇનિંગ રમી. આ બન્ને ખેલાડીઓ રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા અને ત્યારપછી કેપ્ટન યશ ધુલે (50 અણનમ) ટીમને 15 બોલ બાકી રાખીને ટાર્ગેટ સુધી પહોંચાડ્યો હતો.

11 2022 01 12T145824.359 ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને રગદોડ્યું, ભારતનો એક જ બેટ્સમેન પડ્યો ભારે

આ પણ વાંચો – IND VS PAK / ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ હવે દર વર્ષે મળશે જોવા! રમીઝ રાજાએ કરી આ જાહેરાત

ટૂર્નામેન્ટની શરૂઆત શુક્રવારથી ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે શનિવારે થશે. બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાને પણ અન્ય મેચોમાં પ્રભાવશાળી જીત નોંધાવી હતી. બાંગ્લાદેશે ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને ઝિમ્બાબ્વેને 155 રનથી હરાવ્યું. અન્ય મેચમાં, ઈંગ્લેન્ડે UAE પર બે વિકેટથી જીત નોંધાવી હતી જ્યારે પાકિસ્તાને કેનેડાને આઠ વિકેટે હરાવ્યું હતું.