Cricket/ ટીમ ઈન્ડિયાની બલ્લે બલ્લે, ઈંગ્લેન્ડને હરાવી WTC ફાઈનલમાં કર્યો પ્રવેશ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ એકવાર ફરી ઈંગ્લેન્ડને હરાવી દીધુ છે.

Sports
Mantavya 114 ટીમ ઈન્ડિયાની બલ્લે બલ્લે, ઈંગ્લેન્ડને હરાવી WTC ફાઈનલમાં કર્યો પ્રવેશ
  • ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતેની જીત
  • ભારતે 1 ઇનિંગ અને 25 રનથી મેળવી જીત
  • ભારત પહોંચ્યું વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે, ત્યારે ટીમ ઈન્ડિયાએ એકવાર ફરી ઈંગ્લેન્ડને હરાવી દીધુ છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને WTC ની ફાઈનલમાં પ્રવેશ કરી દીધો છે.

Cricket / સચિન-સેહવાગે ફરી બતાવી ધમાકેદાર બેટિંગ, 61 બોલમાં બનાવી દીધા 110 રન

ઈન્ડિયન ક્રિકેટ ટીમે ચોથી ટેસ્ટ મેચ જીતીને શ્રેણી પૂર્ણ કરી છે. આ ચાર મેચની સીરીઝમાં પહેલી મેચ હાર્યા બાદ ભારતે સતત ત્રણ મેચ જીતીને શ્રેણી 3-1 થી જીતી લીધી હતી. આ સાથે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. હવે તે ટેસ્ટ ક્રિકેટનાં ચેમ્પિયન બનવા માટે લોર્ડસમાં ન્યૂઝીલેન્ડનો સામનો કરશે. ઈંગ્લેન્ડની સ્થિતિ એટલી ખરાબ સાબિત થઈ કે તે 150 રન પણ બનાવી શકી નહીં અને ભારતને 1 ઈનિંગ્સ અને 25 રનની મોટી જીત મળી. પ્રથમ ઈનિંગનાં આધારે ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 160 રનની લીડ મેેળવી લીધી હતી, જે મહેમાન ટીમ પાર કરી શકી ન હોતી અને તે ફક્ત 135 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

Cricket / ઈંગ્લેન્ડ ટીમે એકવાર ફરી ત્રીજી ટેસ્ટની અપાવી યાદ, તો શું ટીમ ઈન્ડિયા આજે કરશે પુનરાવર્તન?

ભારતની જીતનાં હીરો ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ સાબિત થયા હતા, જેમણે સાથે મળીને પાંચ-પાંચ વિકેટ મેળવી હતી. અક્ષર પટેલે 48 રનમાં પાંચ વિકેટ મેળવી હતી, જ્યારે અશ્વિને 45 રનમાં 5 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ માટે માત્ર ડેનિયલ લોરેન્સ થોડી બેટિંગ કરી શક્યો હતો, જેણે 95 બોલમાં 50 રનની ઈનિંગ્સ રમી હતી. જૈક ક્રોલી પાંચ રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. જ્યારે જોની બેયરસ્ટોને અશ્વિને ખાતું પણ ખોલવા દીધુ નહોતુ અને તે પછીનાં બોલ પર રોહિત શર્માનાં હાથે કેચ આઉટ થયો હતો. તે પછી, 3 રનોમાં ડોમિનિક સિબ્લી અક્ષર પટેલનાં હાથે બોલ્ડ થયો હતો. ઈંગ્લેન્ડને બેન સ્ટોક્સનાં રૂપમાં ચોથો મોટો ફટકો મળ્યો હતો, જે અત્યાર સુધી આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરીને વખાણ મેળવી રહ્યો હતો. બેન સ્ટોક્સે ફક્ત 2 રન બનાવ્યા હતા અને તે અક્ષર પટેલની બોલમાં વિરાટ કોહલીનાં હાથે કેચ આઉટ થયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ