T20 World Cup/ ટીમ ઈન્ડિયાએ આપી કોહલીને જન્મ દિવસની ભેટ, સ્કોટલેન્ડને માત્ર 39 બોલમાં હરાવી બનાવ્યો રેકોર્ડ

બોલરોનાં શાનદાર પ્રદર્શનનાં આધારે સ્કોટલેન્ડની પૂરી ટીમ માત્ર 17.4 ઓવરમાં 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં રનનો પીછો કરતા ભારતીય ટીમે આ સ્કોર માત્ર 39 બોલમાં હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી.

Sports
વિરાટ કોહલી

કેએલ રાહુલની તોફાની બેટિંગ તેમજ શમી અને જાડેજાની શાનદાર બોલિંગને કારણે ભારતીય ટીમે સ્કોટલેન્ડને 6.3 ઓવરમાં 8 વિકેટે હરાવ્યું હતું. શુક્રવારની મેચમાં ભારતીય ટીમનાં બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે સ્કોટલેન્ડની ટીમ 85 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જે બાદ બેટ્સમેનોએ પણ તોફાની બેટિંગ કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને નસીબની જરૂર, Top-4 માં પહોંચવાની ભારતની આશા હવે અફઘાનિસ્તાન પર ટકી

ટીમને સેમીફાઈનલમાં જવાની તકો જાળવી રાખવા માટે 43 બોલમાં મેચ જીતવાની હતી. ટીમનાં ઓપનર રોહિત શર્માએ 16 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોક્કા અને 3 છક્કા આવ્યા હતા. વળી, ભારતીય ટીમનાં બીજા ઓપનર કેએલ રાહુલે 19 બોલમાં 50 રનની વિસ્ફોટક બેટિંગ કરી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોક્કા અને 3 છક્કા નીકળ્યા હતા. કેપ્ટન કોહલીએ અણનમ 2 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે સૂર્ય કુમાર યાદવે વિનિંગ સિક્સ ફટકારી હતી. જણાવી દઇએ કે, સ્કોટલેન્ડ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બોલરોનાં શાનદાર પ્રદર્શનનાં આધારે સ્કોટલેન્ડની પૂરી ટીમ માત્ર 17.4 ઓવરમાં 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં રનનો પીછો કરતા ભારતીય ટીમે આ સ્કોર માત્ર 39 બોલમાં હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી. આ જીત સાથે ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધી છે.

નોંધનીય છે કે પ્રથમ બે મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમ માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે, પરંતુ જે સમીકરણ છે તે મુજબ તેને નેટ રન રેટમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં વધુ સારુ હોવુ જરૂરી છે. ભારતે લક્ષ્યનો પીછો 6.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને કર્યો હતો અને 8 વિકેટે જીત મેળવી હતી અને હવે ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે રવિવારે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાન ટીમની જીત માટે પ્રાર્થના કરવી પડશે. ન્યૂઝીલેન્ડની ટીમે 4માંથી 3 મેચ જીતી છે અને 6 પોઈન્ટ મેળવ્યા છે અને જો તે અફઘાનિસ્તાન સામેની મેચ જીતશે તો 8 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થશે. જો કે અફઘાનિસ્તાનની ટીમ જીત્યા બાદ 3 ટીમો 6 પોઈન્ટ પર પહોંચી જશે. જો અહી થ્રી વે ટોય હોય, તો નેટ રન રેટ અમલમાં આવશે. નેટ રન રેટની વાત કરીએ તો આ મેચ પહેલા અફઘાનિસ્તાનની ટીમ ટોપ પર હતી જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા ક્રમે હતી. આવી સ્થિતિમાં, ભારતને અફઘાનિસ્તાન ટીમ કરતા વધુ સારો નેટ રન રેટ કરવા માટે માત્ર 43 બોલમાં જીતની જરૂર હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ કરતા વધુ સારું પ્રદર્શન કરવા માટે તેને 8.5 ઓવરમાં જીતની જરૂર હતી.

આ પણ વાંચો – આરોપ / ચીનની સ્ટાર ટેનિસ ખેલાડી પેંગ શુઇએ ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો

કેએલ રાહુલ અને રોહિત શર્માએ ભારત માટે ઇનિંગની શરૂઆત કરી અને માત્ર 5 ઓવરમાં 70 રનની ભાગીદારી કરી અને નેટ રન રેટને શ્રેષ્ઠ બનાવવા માટે માત્ર 39 બોલમાં મેચ પૂરી કરી. હવે ભારતીય ટીમે પોતાનું સેમિફાઇનલ સમીકરણ નસીબ પર છોડી દીધું છે. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમે T20 ક્રિકેટની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ભારતે સ્કોટલેન્ડ વિરુદ્ધ 81 બોલ પહેલા પોતાની જીત મેળવી હતી, જે તેની સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે મીરપુર મેદાન પર 2016માં UAEની ટીમ સામે 59 બોલ પહેલા જીત મેળવી હતી. બીજી તરફ ઝિમ્બાબ્વે સામે 41 બોલ પહેલા મળેલી જીત તેમની ત્રીજી સૌથી મોટી જીત છે. એટલું જ નહીં, ભારતીય ટીમે T20 વર્લ્ડકપમાં સૌથી મોટી જીતનાં મામલે પોતાનું નામ નોંધાવ્યું છે અને બોલનાં મામલે સૌથી મોટી જીત મેળવનારી ત્રીજી ટીમ બની ગઈ છે. T20 વર્લ્ડકપમાં બોલનાં મામલે સૌથી મોટી જીત મેળવનારી ટીમોની વાત કરીએ તો શ્રીલંકા ટોપ પર છે જેણે વર્ષ 2014માં નેધરલેન્ડ સામે 90 બોલ પહેલા જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ આ યાદીમાં બીજા સ્થાને છે જેણે એક દિવસ પહેલા બાંગ્લાદેશ વિરુદ્ધ 82 બોલમાં જીત મેળવી હતી.

શ્રીલંકાની ટીમે આ વર્ષની શરૂઆતમાં નેધરલેન્ડ સામે 77 બોલ પહેલા જીત મેળવીને આ યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમ માટે આ મેચમાં રોહિત શર્માએ 16 બોલમાં 5 ચોક્કા અને એક છક્કાની મદદથી 30 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલે T20 વર્લ્ડકપ 2021માં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કેએલ રાહુલે માત્ર 18 બોલમાં 6 ચોક્કા અને 3 છક્કાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી અને આ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેની પહેલા જોસ બટલરે 25 બોલમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે કેએલ રાહુલ T20 વર્લ્ડકપમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજા ભારતીય તરીકેનો રેકોર્ડ ધરાવે છે, જ્યારે યુવરાજ સિંહ 12 બોલ સાથે ટોચ પર છે. રોહિત શર્મા અને કેએલ રાહુલની ધમાકેદાર ઇનિંગ્સને કારણે ભારતે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 82 રન ઉમેર્યા અને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. અગાઉ, ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા સામે 2 વિકેટ ગુમાવીને 78 રન ઉમેર્યા હતા અને તે તેમનો સર્વોચ્ચ સ્કોર હતો. વળી, વર્લ્ડકપનાં ઈતિહાસમાં ભારતે બનાવેલો આ સ્કોર પાવરપ્લેમાં બનાવેલો 5મો સૌથી વધુ સ્કોર છે.