IND vs SA/ ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind vs SA) વચ્ચે 26 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાનાં સેન્ચુરિયનમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની છે.

Sports
ટીમ ઈન્ડિયા

ભારત અને દક્ષિણ આફ્રિકા (Ind vs SA) વચ્ચે 26 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાનાં સેન્ચુરિયનમાં રમાશે. ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની છે. ટીમ ઈન્ડિયા પાસે પ્રથમ વખત આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સીરીઝ જીતવાની તક છે. સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયા આ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ટીમ ઈન્ડિયા

આ પણ વાંચો – Cricket / એશિઝમાં ઈંગ્લેન્ડની બેક ટૂ બેક હાર બાદ ગ્લેન મેકગ્રા થયો ગુસ્સે, કહ્યુ- IPL અને BBL એ દુશ્મનોને બનાવ્યા દોસ્ત

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલ ઇનિંગની શરૂઆત કરી શકે છે. રોહિત ઈજાનાં કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. આવી સ્થિતિમાં ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી મયંક અને રાહુલનાં ખભા પર રહેશે. આ સાથે જ ચેતેશ્વર પુજારા ત્રીજા સ્થાને બેટિંગ કરતો જોવા મળી શકે છે. પુજારા ટીમનાં સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે અને પ્રથમ મેચમાં રોહિતની ગેરહાજરીને કારણે તેના પર પણ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. ભારત અને દક્ષિણ આફ્રિકાની આ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી ચોથા નંબર પર રમશે. ટીમમાં નંબર-5 માટે શ્રેયસ અય્યર, અજિંક્ય રહાણે અને હનુમા વિહારીનાં રૂપમાં ત્રણ વિકલ્પ છે. અય્યરે ન્યૂઝીલેન્ડ સામે તાજેતરમાં યોજાયેલી સીરીઝમાં શાનદાર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વળી, અજિંક્ય રહાણે હજુ સુધી લયમાં જોવા મળ્યો નથી. જો કે દક્ષિણ આફ્રિકામાં રહાણેનું પ્રદર્શન શાનદાર રહ્યુ છે. હનુમા વિહારી પણ ટીમ સાથે એક વિકલ્પ છે, તે દક્ષિણ આફ્રિકા A અને ભારત A વચ્ચેની સીરીઝમાં પણ ટીમનો ભાગ હતો. ટીમ ઈન્ડિયા પાસે ઋષભ પંત અને રિદ્ધિમાન સાહાનાં રૂપમાં બે વિકેટ કીપર બેટ્સમેન છે. સાહા પાસે અનુભવ છે અને ન્યૂઝીલેન્ડ સામે પણ આ ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વળી, વિદેશી પિચો પર પંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેને ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં સાહાની જગ્યાએ પંતને તક મળી શકે છે.

11 2021 12 25T144504.318 ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

આ પણ વાંચો – Cricket / સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનાં અવતારમાં નજર આવ્યા રવિન્દ્ર જાડેજા, Video

રવિન્દ્ર જાડેજા ઈજાનાં કારણે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસમાંથી બહાર હોવાથી ટીમ ઈન્ડિયાને તેની ખોટ પડશે. તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. તે જાડેજા જેટલો અનુભવી નથી પરંતુ તે બેટ અને બોલ બન્નેથી કમાલ કરી શકે છે. આર અશ્વિન મેચમાં એકમાત્ર સ્પિનર ​​રમી શકે છે. વળી, ઝડપી બોલરોમાં મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને તક મળી શકે છે.