IND vs SA/ ટેસ્ટ સીરીઝમાં મળેલી હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયા ફરી ઉતરશે મેદાને, જાણો વન-ડે સીરીઝનું Schedule

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી IND vs SA શ્રેણી યજમાન પ્રોટીઝ ટીમે 2-1થી જીતી લીધી છે. હવે આ ટેસ્ટ સીરીઝ પછી વન-ડે ઈન્ટરનેશનલ સીરીઝનો સમય છે.

Sports
IND vs SA

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો અંત આવી ગયો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાયેલી આ શ્રેણી યજમાન પ્રોટીઝ ટીમે 2-1થી જીતી લીધી છે. હવે આ ટેસ્ટ સીરીઝ પછી વન-ડે ઈન્ટરનેશનલ સીરીઝનો સમય છે. આગામી સપ્તાહથી બન્ને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે. આ પહેલા જાણી લો કે આ સીરીઝનું Schedule શું છે.

આ પણ વાંચો – સુનાવણી / પત્નીની જાણ વગર ફોન કોલ રેકોર્ડ કરવો એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે કે કેમ, સુપ્રીમ કોર્ટ કરશે નક્કી

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવાની હતી, પરંતુ કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં કારણે ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો હતો અને આવી સ્થિતિમાં T20 શ્રેણી રદ કરવામાં આવી હતી. બન્ને બોર્ડ સંમત થયા હતા કે T20 શ્રેણી અન્ય સમયે યોજવામાં આવશે, પરંતુ WTC હેઠળ ટેસ્ટ શ્રેણી અને ક્રિકેટ વર્લ્ડકપ 2023 સુપર લીગ હેઠળ ત્રણ મેચની ODI શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરી, બુધવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ અને બીજી વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાશે. બન્ને દેશો વચ્ચે બીજી વન-ડે શુક્રવાર, 21 જાન્યુઆરીએ રમાશે. વળી, ODI શ્રેણીની છેલ્લી મેચ રવિવાર 23 જાન્યુઆરીએ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરશે.

ભારત vs દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણીનું શેડ્યૂલ

પ્રથમ મેચ – 19 જાન્યુઆરીએ પાર્લ ખાતે
બીજી મેચ – 21 જાન્યુઆરીએ પાર્લ ખાતે
ત્રીજી મેચ – 23 જાન્યુઆરી કેપટાઉનમાં

આ પણ વાંચો – નિર્ણય / ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? આવતીકાલે EC વિચારમંથન કરશે

આ ત્રણ મેચની ODI સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કેએલ રાહુલ કરશે, કારણ કે વિરાટ કોહલી પાસેથી ODI ટીમની કપ્તાની છીનવાઈ ગઈ છે અને મર્યાદિત ઓવરોનાં કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે. આ સીરીઝ પહેલા રોહિતને કેપ્ટનશિપ આપવામાં આવી હતી, પરંતુ નેટ સેશન દરમિયાન તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે થોડા સમય માટે ક્રિકેટ જગતથી દૂર હતો. જોકે, તે હવે લગભગ ફિટ છે અને આગામી સીરીઝમાં જોવા મળશે.