Not Set/ ૩૧ ડિસેમ્બર બાદ આ મોબાઈલમાં બંધ જશે વોટ્સએપ, આ છે મુખ્ય કારણ

નવી દિલ્હી, દુનિયાભરમાં સૌથી લોકપ્રિય મેસેન્જર એપ WhatsApp હાલમાં સૌથી વધુ વપરાતી એપ્લીકેશન છે. સમયાનુસાર આ એપના ફિચર્સમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જો કે આ વચ્ચે યુઝર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ૩૧ ડિસેમ્બર પછી WhatsApp કેટલાક જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં બંધ થઇ જશે. આ પ્લેટફોર્મ પર બંધ થશે […]

Trending Tech & Auto
whatsapp promo ૩૧ ડિસેમ્બર બાદ આ મોબાઈલમાં બંધ જશે વોટ્સએપ, આ છે મુખ્ય કારણ

નવી દિલ્હી,

દુનિયાભરમાં સૌથી લોકપ્રિય મેસેન્જર એપ WhatsApp હાલમાં સૌથી વધુ વપરાતી એપ્લીકેશન છે. સમયાનુસાર આ એપના ફિચર્સમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જો કે આ વચ્ચે યુઝર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ૩૧ ડિસેમ્બર પછી WhatsApp કેટલાક જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં બંધ થઇ જશે.

આ પ્લેટફોર્મ પર બંધ થશે WhatsApp

whatsapp messenger के लिए इमेज परिणाम

નોકિયાની જૂની ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સ WhatsAppનો ઉપયોગ પોતાના મોબાઈલમાં કરી શકશે નહિ. આ ઓપરેટિંગ સિસ્ટમમાં Nokia S40 શામેલ છે. જેમાં ૩૧ ડિસેમ્બર પછી વોટ્સએપ બંધ થઇ જશે.

આ ઉપરાંત એન્ડ્રોઇડ ૨.૩.૭ અને તેનાથી જૂના વર્જનની સાથે સાથે iPhone iOS7ની જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ પછી વોટ્સએપ કામ કરશે નહિ.

વોટ્સએપ દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે અમે આ પ્લેટફોર્મ માટે સક્રિયતાની સાથે ફિચર્સ ડેવલોપ કરશે નહિ.

આ પહેલા Windows Phone 8.0, બ્લેકબેરી OS અને બ્લેકબેરી ૧૦ માટે વોટ્સએપ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭માં સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.