Not Set/ હોન્ડા ગ્રેઝિયા 2019 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને તેના ફિચર્સ

અમદાવાદ, હોન્ડાએ ભારતમાં Grazia 2019 ના વર્ઝનને લોન્ચ કર્યું છે. 125ccના આ સ્કૂટરમાં ટોપ વેરિયન્ટ આપવામાં આવ્યા છે. ઉપરાંત ઘણા કોસેમેટિક્સ અપડેટ પણ છે. તેના કલરમાં પર્લ સાઇરન બ્લૂ કલર ઉમેરવામાં આવ્યો છે અને કિંમતમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે  Honda Grazia  DXની કિંમત 64, 668 કરવામાં આવી છે. હોન્ડા ગ્રેઝિયા ત્રણ વેરિયન્ટ ડ્રમ, ડ્રમ અલોય અને […]

Tech & Auto
tqq 22 હોન્ડા ગ્રેઝિયા 2019 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને તેના ફિચર્સ

અમદાવાદ,

હોન્ડાએ ભારતમાં Grazia 2019 ના વર્ઝનને લોન્ચ કર્યું છે. 125ccના આ સ્કૂટરમાં ટોપ વેરિયન્ટ આપવામાં આવ્યા છે. ઉપરાંત ઘણા કોસેમેટિક્સ અપડેટ પણ છે.

તેના કલરમાં પર્લ સાઇરન બ્લૂ કલર ઉમેરવામાં આવ્યો છે અને કિંમતમાં 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે  Honda Grazia  DXની કિંમત 64, 668 કરવામાં આવી છે.

હોન્ડા ગ્રેઝિયા ત્રણ વેરિયન્ટ ડ્રમ, ડ્રમ અલોય અને ડિસ્કમાં છે. તેની કિંમતમાં કોઈ પરિવર્તન નથી. પહેલા તેની કિંમત 60, 296 રૂપિયા હતી. હવે તેની કિંમત 62,227 રૂપિયા છે. આ કિંમત દિલ્લીના શો રૂમની છે.

સ્કૂટરના ફ્રન્ટ ભાગમાં DX લખવામાં આવ્યું છે.

મિકેનિકલ રીતે જોઈએ તો સ્કૂટરમાં 124 સીસી સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન છે. આ એન્જિન 8.5 બીપીનો પાવર તથા 10.5 એનએમનો પિક ટોર્ક જનરેટ કરે છે. બ્રેકિંગ માટે  130 એમએમનો ડ્રમ બ્રેક મળે છે.

ઉપરાંત આ સ્કૂટરમાં અલજ સીઇડી લેમ્પ

18એલ અંડરસીટ સ્ટોરેજ

ઇકો સ્પીડ ઇન્ડીકેટર

ગ્લોવ બોક્સ

અને USB ચાર્જિંગ સોકેટ છે.