Not Set/ નમો એપમાં ડોનેશન કરો આટલા રૂપિયાનું અને મળો પીએમ મોદીને…

વડાપ્રધાન મોદીને મળવાની ઇરછા દરેક વ્યક્તિ રાખતું હોય છે. પરંતુ પીએમને મળવા માટેની પ્રોસેસ ઘણી લાંબી હોય છે. તમને જણાવી દઈએ કે હવે તેમને મળવાનો રસ્તો ઘણો સરળ થઇ ગયો છે. ૫ થી ૧૦૦૦ રૂપિયાનું કરો ડોનેશન  સામાન્ય માણસ પણ માત્ર ૫ રૂપિયા ખર્ચીને પીએમ મોદીને મળી શકશે. નમો એપ દ્વારા પીએમને મળવાનું સપનું પૂરું […]

Tech & Auto
namo app 660 032618091042 112918052112 નમો એપમાં ડોનેશન કરો આટલા રૂપિયાનું અને મળો પીએમ મોદીને...

વડાપ્રધાન મોદીને મળવાની ઇરછા દરેક વ્યક્તિ રાખતું હોય છે. પરંતુ પીએમને મળવા માટેની પ્રોસેસ ઘણી લાંબી હોય છે. તમને જણાવી દઈએ કે હવે તેમને મળવાનો રસ્તો ઘણો સરળ થઇ ગયો છે.

૫ થી ૧૦૦૦ રૂપિયાનું કરો ડોનેશન 

સામાન્ય માણસ પણ માત્ર ૫ રૂપિયા ખર્ચીને પીએમ મોદીને મળી શકશે.

નમો એપ દ્વારા પીએમને મળવાનું સપનું પૂરું થઇ શકે છે. આ માટે તમારે નમો એવ્પ પર જઈને ભાજપને ડોનેશન આપવાનું રહેશે. દેશનો કોઈ પણ નાગરિક ૫ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનું ડોનેશન આ એપ દ્વારા બીજેપીને આપી શકે છે.

૧૦૦ લોકોને શેર કરો રેફરલ કોડ 

ડોનેશન કર્યા બાદ પીએમને મળવા માટેની કેટલીક શરતો પણ છે.

નમો એપમાં ડોનેશન કર્યા બાદ યુઝરને એક રેફરલ કોડ મળશે. આ રેફરલ કોડ ૧૦૦ લોકોને શેર કરવાનો રહેશે.

જો તમે આ કોડ ૧૦૦ લોકો સુધી શેર કરી દો છો તો તમે પીએમ મોદીને મળી શકો છો. એટલું જ નહી પરંતુ યુઝરને નમો ટીશર્ટ અને કોફી મગ પણ ફ્રીમાં મળી શકે છે.

 નમો એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો

ગૂગલ પ્લે કે આઈઓએસ પ્લે સ્ટોરમાં જાઓ. ત્યાં નમો એપ કે નરેન્દ્ર મોદી એપ એમ સર્ચ કરો. ત્યારબાદ આ નમો એપને ઇન્સ્ટોલ કરો. આ એપમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારું લોગઈન આઈડી અને પાસવર્ડ હશે જેની મદદથી તમે આ એપનો ઉપયોગ કરી શકશો.

આ નવા ફીચરને લઈને પાર્ટીનું કહેવું છે કે વડાપ્રધાન મોદીને ઘણા ઓછા લોકો મળી શકે છે. આ નવા પ્રયોગને લઈને દેશની જનતાનો વડાપ્રધાન સાથે સંપર્ક વધારી શકીશું.