Not Set/ બાળકો માટે ખાસ છે આ ફોન, કઈંક આવા છે આના ફીચર

મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ રોજ નવી-નવી સુવિધાવાળા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ત્યારે, મોબાઈલ ફોન બનાવતી કંપની ઇઝીફોન એ બાળકો માટે ખાસ મોબાઈલ લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ સ્ટાર છે. આ ફોનની ખાસ વાત સરળ અને બેઝિક ફીચર છે. જે માતા-પિતાને બાળકો માટે ખુબ ઉપયોગી લાગશે. ઇઝીફોન સ્ટાર ફોનમાં કોલ રિસ્ટ્રિકટિંગ ફીચર છે. આનાથી બાળકો […]

Top Stories India Tech & Auto
Easyfone Star બાળકો માટે ખાસ છે આ ફોન, કઈંક આવા છે આના ફીચર

મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ રોજ નવી-નવી સુવિધાવાળા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. ત્યારે, મોબાઈલ ફોન બનાવતી કંપની ઇઝીફોન એ બાળકો માટે ખાસ મોબાઈલ લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ સ્ટાર છે. આ ફોનની ખાસ વાત સરળ અને બેઝિક ફીચર છે. જે માતા-પિતાને બાળકો માટે ખુબ ઉપયોગી લાગશે. ઇઝીફોન સ્ટાર ફોનમાં કોલ રિસ્ટ્રિકટિંગ ફીચર છે.

આનાથી બાળકો ફોનમાં પહેલેથી કન્ફિગર કરેલા નંબરો પર જ કોલ કરી શકશે. સાથે જ, કોલ પણ એ જ નંબરો પરથી રિસીવ થઇ શકશે, જે નંબર ફોનમાં સેવ હશે. માતા-પિતા ફોનમાં 6 ફોટો કોન્ટેક્ટ સેટ કરી શકશે. ઉપરાંત એડ્રેસ બુકમાં પણ 10 કોન્ટેક્ટ સેટ કરી શકાશે.

Easyfone Star 1 e1535202803826 બાળકો માટે ખાસ છે આ ફોન, કઈંક આવા છે આના ફીચર

 

 

ઇઝીફોન સ્ટારમાં ઇન્ટરનેટ બ્રાઉઝિંગની સુવિધા નથી, પરંતુ આમાં GPS ની સુવિધા છે. જે માતાપિતાની જરૂર મુજબ ટ્રેકિંગ કરવાની સવલત આપે છે. આ ફોનમાં ડીસ્ક્રીટ લિસનીંગ ફીચર છે. આ ફીચરની મદદથી માતા-પિતા પોતાના બાળકોની આપસની વાતચીત સાંભળી શકે છે. ઇઝીફોન સ્ટાર સ્માર્ટફોનમાં ઓટો કોલબેક ફીચર પણ છે.

આ ફીચર માતા-પિતાને એક અધિકૃત ફોનથી ઇઝીફોન સ્ટાર સ્માર્ટફોનને કમાન્ડ મોકલીને ઓટોમેટિક આપને કોલ કરે છે, અને એનું લાઉડ સ્પીકર એક્ટિવ થઇ જાય છે.

ફોનમાં ડુ નોટ ડિસ્ટર્બ ટાઈમ ઝોન સેટ કરવાની પણ સુવિધા છે. આ ફોનમાં 1.77 ઇંચની સ્ક્રીન છે. સાથે જ ચાર પિક્ચર બેઝડ કોલિંગ કી પણ આપવામાં આવી છે. ફોનમાં વોલ્યુમ એડજસ્ટમેન્ટ અને ટોર્ચ માટે ડેડીકેટેડ બટન છે. આ ફોનમાં 800 mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે આ બેટરી 6 કલાકનો ટોક ટાઈમ અને 160 કલાકનો સ્ટેંડબાય ટાઈમ આપે છે. હેન્ડસેટ 2G કનેક્ટિવિટી આપે છે. આ ફોનની કિંમત 3,490 રૂપિયા છે.