Not Set/ તારી કરતૂતો છુપાવવા મારુ નામ આસિફ સાથે જોડ્યું, આયેશાનો આરીફને અંતિમ પત્ર વકીલે કોર્ટમાં રજૂ કર્યો

સાબરમતી રિવર ફ્રન્ટમાંથી નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર આયેશાના કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં આરીફની ધરપકડ બાદ હવે આયેશાના વકીલે આયેશાનો આરીફને લખેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો છે. જેના કેટલાક અંશોમાં આયેશા આરીફને આઇ લવ યુ હું તારી જ છું, તે મને ચાર દિવસ ભૂખી રાખી તેનો ઉલ્લેખ કરે છે. આયેશા આત્માહત્યા […]

Top Stories Ahmedabad Gujarat
AARIF AAISHA SANDESH 1 1 તારી કરતૂતો છુપાવવા મારુ નામ આસિફ સાથે જોડ્યું, આયેશાનો આરીફને અંતિમ પત્ર વકીલે કોર્ટમાં રજૂ કર્યો

સાબરમતી રિવર ફ્રન્ટમાંથી નદીમાં કૂદીને આત્મહત્યા કરનાર આયેશાના કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ કેસમાં આરીફની ધરપકડ બાદ હવે આયેશાના વકીલે આયેશાનો આરીફને લખેલો પત્ર કોર્ટમાં રજૂ કર્યો છે. જેના કેટલાક અંશોમાં આયેશા આરીફને આઇ લવ યુ હું તારી જ છું, તે મને ચાર દિવસ ભૂખી રાખી તેનો ઉલ્લેખ કરે છે.

આયેશા આત્માહત્યા મામલે તેના વકીલે કોર્ટમાં જે પત્ર રજૂ કર્યો છે તેમાં અનેક બાબતોનો સ્પષ્ટતા આયેશાએ કરી છે. પત્રની શરૂઆત જ માય લવ આરુ(આરિફ)થી કરવામાં આવી છે. પત્રમાં આયેશાએ લખ્યું છે કે, ઘણી વાતો છે જે મેં નથી કરી, મને બહુ ખોટું લાગ્યું કે તે તારી કરતૂતો છુપાવવા મારું નામ આસિફ સાથે જોડી દીધું. આસિફ મારો બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ભાઈ જ છે. હું 4 દિવસ રૂમમાં બંધ હતી ત્યારે ખાવા માટે પણ કોઈ પૂછવા નહોતું આવ્યું. હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ તું નહોતો આવતો અને આવતો ત્યારે ખુબ મારતો હતો જેના કારણે લિટલ આરૂ(આરિફ)ને વાગ્યું જેથી હું તેની પાસે જઇ રહી છું.

aayesha liyakat ali 3 1 તારી કરતૂતો છુપાવવા મારુ નામ આસિફ સાથે જોડ્યું, આયેશાનો આરીફને અંતિમ પત્ર વકીલે કોર્ટમાં રજૂ કર્યો

હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો

વધુમાં આ પત્રમાં આયેશાએ લખ્યું છે કે, મેં ક્યારેય તને દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 ઝિંદગી ઉજાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. આટલું લખીને પત્રના અંતમાં લવ યુ યોર વાઈફ આયેશા આરિફ લખ્યું છે. પોલીસે 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરિફને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડ ના માંગતા, કોર્ટે આરીફને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. રિવર ફ્રન્ટ પોલીસે મોબાઈલ ફોન કબ્જે કર્યો છે તે અંગે આયેશાના વકીલે આપેલ પત્રના આધારે હવે પોલીસ આગળની તપાસ કરશે.