Not Set/ જાણો કઈ 52 કંપનીઓ સાથે તમારો ફેસબૂક ડેટા શેર કરવામાં આવ્યો છે…

સોશિયલ મિડિયા મહારથી ફેસબૂક છેલ્લા કેટલાક મહિનાઓથી યુઝર ડેટા ચોરી, ડેટાનું વેચાણ અને શેરીંગને લઈને સતત વિવાદોમાં છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ બાબતે માફી પણ માંગી ચુક્યા છે. અને નવી પોલીસી અને ટર્મ્સ પણ આવી ચુકી છે. પરંતુ જાણકારી મળી છે કે ફેસબૂકે યુઝર્સની જાણકારી લગભગ 52 હાર્ડવેર અને સોફ્ટવેર કંપનીઓ સાથે શેર કરી […]

Top Stories India Tech & Auto
face 0 જાણો કઈ 52 કંપનીઓ સાથે તમારો ફેસબૂક ડેટા શેર કરવામાં આવ્યો છે...

સોશિયલ મિડિયા મહારથી ફેસબૂક છેલ્લા કેટલાક મહિનાઓથી યુઝર ડેટા ચોરી, ડેટાનું વેચાણ અને શેરીંગને લઈને સતત વિવાદોમાં છે. કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ બાબતે માફી પણ માંગી ચુક્યા છે. અને નવી પોલીસી અને ટર્મ્સ પણ આવી ચુકી છે. પરંતુ જાણકારી મળી છે કે ફેસબૂકે યુઝર્સની જાણકારી લગભગ 52 હાર્ડવેર અને સોફ્ટવેર કંપનીઓ સાથે શેર કરી છે. આમાં સ્માર્ટફોન મેકર્સ કંપનીઓ પણ શામેલ છે.

B9A11DE1 F5E7 47B5 AEC3 F560C3276DEB જાણો કઈ 52 કંપનીઓ સાથે તમારો ફેસબૂક ડેટા શેર કરવામાં આવ્યો છે...

ફેસબુક દ્વારા હાઉસ ઓફ એનર્જી એન્ડ કોમર્સ કમિટીને આપેલા 700 પન્નાના જવાબમાં માન્યું છે કે 52 કંપનીઓ સાથે યુઝર ડેટા શેર કરવામાં આવ્યો છે. આ દસ્તાવેજ મુજબ, આમાંની કેટલીક કંપનીઓ સાથે ફેસબૂકે પહેલા ડેટા શેર કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ કેટલીક કંપનીઓને ફેસબૂક હજી પણ ડેટા આપે છે.

આ દસ્તાવેજમાં ઘણી કંપનીઓના નામ છે જેની સાથે ફેસબૂકે ડેટા શેરીંગ માટેના કરાર કરેલા છે. જેમ કે એપલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, સેમસંગ, અલીબાબા અને હુવાઈ જેવી દુનિયાની મોટી ટેકનોલોજી કંપનીઓ શામેલ છે.

https 2F2Fblogs images.forbes.com2Fkathleenchaykowski2Ffiles2F20182F032Fx 5 1 જાણો કઈ 52 કંપનીઓ સાથે તમારો ફેસબૂક ડેટા શેર કરવામાં આવ્યો છે...

એક રીપોર્ટમાં ફેસબૂક દ્વારા આપવામાં આવેલા આ દસ્તાવેજનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમે કંપનીઓને ડીવાઈસ અને ઓપરેટીંગ સીસ્ટમ ડેવલપ કરવામાં એમનો સાથ આપીએ છીએ

ફેસબૂકે એવું પણ જણાવ્યું કે ક્વોલકોમ, બ્લેકબેરી અને નિસાન જેવી કંપનીઓ સાથે પણ ડેટા શેર કરવામાં આવે છે. આ ઉપરાંત ચીની કંપનીઓ જેવી કે હુવાઈ, લેનોવો, ઓપો અને ટીસીએલ સાથે ડેટા શેર કરવાને લઈને પાર્ટનરશીપ છે.

facepalm data leak જાણો કઈ 52 કંપનીઓ સાથે તમારો ફેસબૂક ડેટા શેર કરવામાં આવ્યો છે...

ફેસબૂકના દસ્તાવેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાંચ એવી કંપનીઓને ઓળખી કાઢવામાં આવી છે જે સૈદ્ધાંતિક રીતે લીમીટેડ ફ્રેન્ડસ ડેટા પણ એક્સેસ કરી શકે છે .

ફેસબૂકનું કહેવાનું છે કે કંપનીએ 6 મહિના માટે કંપનીઓને વન ટાઈમ એક્સ્ટેન્શન આપ્યું હતું. જેમાં AOL ઉપરાંત બીજી પેકેજ ડીલીવર કરતી કંપનીઓ શામેલ હતી. આમાં ડેટિંગ એપ્પ Hinge પણ છે.