Not Set/ Google એ બદલ્યું તેઝ એપનું નામ : મળશે વધારાની આટલી સુવિધાઓ

Google તરફથી Google For India નામથી મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત ઇવેન્ટમાં Tez એપનું નામ બદલવાની ઘોષણા કરવામાં આવી છે.હવેથી Tez એપનું નામ Google Pay કરવામાં આવશે. આ એપના માધ્યમથી હવે લોનની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે ગૂગલ દેશની બેંકો સાથે ભાગીદારી કરશે. તેઝ એપનું નામ બદલવા ઉપરાંત ગૂગલે આના ફીચર્સમાં પણ ઘણા બદલાવ કર્યા છે. જે […]

Top Stories Tech & Auto
GOOGLE FOR INDIA 2018 FOURTH EDITION LIVE UPDATES Google એ બદલ્યું તેઝ એપનું નામ : મળશે વધારાની આટલી સુવિધાઓ

Google તરફથી Google For India નામથી મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત ઇવેન્ટમાં Tez એપનું નામ બદલવાની ઘોષણા કરવામાં આવી છે.હવેથી Tez એપનું નામ Google Pay કરવામાં આવશે. આ એપના માધ્યમથી હવે લોનની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે ગૂગલ દેશની બેંકો સાથે ભાગીદારી કરશે.

a48c106e138f087a2e66d5d6635ebfef321fac3e e1535453867201 Google એ બદલ્યું તેઝ એપનું નામ : મળશે વધારાની આટલી સુવિધાઓ

તેઝ એપનું નામ બદલવા ઉપરાંત ગૂગલે આના ફીચર્સમાં પણ ઘણા બદલાવ કર્યા છે. જે કારણે નામ બદલાવીને ગૂગલ પે થઇ જશે. તેમ છતાં તેઝ યુઝર્સને એ જ હોમ સ્ક્રીન, બિલ પેમેન્ટ, અને કોન્ટેક્ટ્સ વગેરે મળશે. ગૂગલે ઈવેંટમાં ઘોષણા કરી હતી કે ગૂગલ પે ઓનલાઇન વિકલ્પોના માધ્યમથી ઓનલાઇન પેમેન્ટને પ્રોત્સાહન આપશે.

સૌથી ખાસ વાતે છે કે ગૂગલ પેના માધ્યમથી યુઝર્સ દેશની મુખ્ય બેંકો પાસેથી લોન મેળવવા માટે પણ એપ્લાય કરી શકાશે. એપમાં આવતી અપડેટ દ્વારા પ્રિ-એપ્રુવ્ડ લોન માટે એપ્લાય કરી શકાશે. આ સર્વિસ માટે ગૂગલ ફેડરલ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંક સહીત અન્ય બેંકો સાથે ભાગીદારી કરશે.

google pay integration e1535453897935 Google એ બદલ્યું તેઝ એપનું નામ : મળશે વધારાની આટલી સુવિધાઓ

હાલમાં 12 લાખ નાના વ્યવસાયી તેઝ એપનો ઉપયોગ કરે છે. કંપની દિવાળી સુધીમાં 1.5 લાખ રિટેલ સ્ટોરને પાર્ટનર બનવવાની તૈયારીમાં છે. તેઝ અપગ્રેડ વિષે જણાવતા Google ઇન્ડિયાના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ સીઝર સેનગુપ્તાએ કહ્યું કે ભારતમાં એપ બનવાનો મતલબ છે કે ગૂગલ દુનિયાભરના યુઝર્સ માટે એપ બનાવશે. સેનગુપ્તાના આ નિવેદન બાદ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ગૂગલ પે વોર્લ્ડવાઇડ એપ ભારતની એપના મોડલ પર આધારિત હશે.

જણાવી દઈએ કે હાલમાં 22 મિલિયન યુઝર્સ આ એપનો ઉપયોગ કરે છે. કંપનીનો દાવો છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 750 મિલિયન ટ્રાન્સેકશન કરવામાં આવ્યા છે.