Not Set/ J & Kમાં રાજકીય ભૂકંપ, PDPના સરકાર બનાવવાના દાવા વચ્ચે રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં બુધવાર સાંજે અચાનક જ રાજકીય ભૂંકપ આવી ગયો છે. PDPના નેતુત્વ હેઠળ કેટલીક સહયોગી પાર્ટીઓ દ્વારા પોતાની સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા ગણતરીની મિનિટો બાદ જ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે. Jammu and Kashmir Governor Satya Pal Malik has passed an order dissolving the […]

Top Stories India Trending
hr 13 J & Kમાં રાજકીય ભૂકંપ, PDPના સરકાર બનાવવાના દાવા વચ્ચે રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં બુધવાર સાંજે અચાનક જ રાજકીય ભૂંકપ આવી ગયો છે. PDPના નેતુત્વ હેઠળ કેટલીક સહયોગી પાર્ટીઓ દ્વારા પોતાની સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા ગણતરીની મિનિટો બાદ જ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે.

જો કે રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગ કરવાના નિર્ણયને લઈ અનેક પાર્ટીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યા છે. પરંતુ ગવર્નર દ્વારા આ અંગે કહ્યું હતું કે, “તેઓને આશંકા છે કે, સરકાર બનાવવા માટે રૂપિયાની લેણદેણ કરવામાં આવી છે અને આ માટે જ તેઓને આ નિર્ણય લેવો પડ્યો છે.

આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “રાજ્યની વિધાનસભા ચૂંટણી હાલમાં જ યોજવી જરૂરી નથી, આ ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે પણ યોજી શકાય છે”.

કોંગ્રેસ, PDP તેમજ NC દ્વારા સરકાર બનાવવા માટે મોકલાયો હતો પ્રસ્તાવ

479 9 J & Kમાં રાજકીય ભૂકંપ, PDPના સરકાર બનાવવાના દાવા વચ્ચે રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ભંગ થતા પહેલા PDP દ્વારા નેશનલ કોન્ફ્રેન્સ અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માટેનો દાવો કરવામાં આવ્યો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુક્તીએ દાવો કર્યો હતો કે, તેઓ પાસે ૫૬ MLAનો સપોર્ટ છે.

બીજી બાજુ PDP દ્વારા કરાયેલા આ દાવા બાદ બુધવાર રાત્રે સજ્જાદ લોને પણ પોતાની સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, PDPના ૧૮ ધારાસભ્યો તેઓની પાર્ટી સાથે છે.

જો કે આ તમામ દાવાઓ વચ્ચે રાજ્યપાલ દ્વારા વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે.