Not Set/ ટેલીકોમ બાદ રીલાયન્સ ડીટીએચ કંપનીઓને આપશે ટક્કર,ડીજીટલ ટીવી પર ૧ વર્ષ સુધી જુઓ HD ચેનલ્સ ફ્રી માં

  ભારતની મોટી કંપની એવી રિલાયન્સ કંપની હવે વધુ એક ધમાકા ઓફર લઈને આવી છે રિલાયન્સ ડીજીટલ ટીવી ના યુઝર્સ માટે. ડીટીએચ કનેક્શન બુક કરવા માટે આ ખાસ ઓફર રજુ કરવામાં આવી છે અને મુખ્ય વાત એ છે કે ડીજીટલ ઇન્ડિયા કેમ્પેન ને વધુ લોકો સુધી પહોચાડવા માટે રિલાયન્સ કંપનીએ ભારતીય ટપાલ સેવા એટલેકે પોસ્ટઓફીસ […]

Tech & Auto Business
Jio dth booking online ટેલીકોમ બાદ રીલાયન્સ ડીટીએચ કંપનીઓને આપશે ટક્કર,ડીજીટલ ટીવી પર ૧ વર્ષ સુધી જુઓ HD ચેનલ્સ ફ્રી માં

 

ભારતની મોટી કંપની એવી રિલાયન્સ કંપની હવે વધુ એક ધમાકા ઓફર લઈને આવી છે રિલાયન્સ ડીજીટલ ટીવી ના યુઝર્સ માટે.
ડીટીએચ કનેક્શન બુક કરવા માટે આ ખાસ ઓફર રજુ કરવામાં આવી છે અને મુખ્ય વાત એ છે કે ડીજીટલ ઇન્ડિયા કેમ્પેન ને વધુ
લોકો સુધી પહોચાડવા માટે રિલાયન્સ કંપનીએ ભારતીય ટપાલ સેવા એટલેકે પોસ્ટઓફીસ સાથે ભાગીદારી કરી છે. આનાથી
રિલાયન્સ ડીજીટલ ટીવીના કનેકશનને દેશભરની ૫૦ હજાર પોસ્ટઓફિસેથી લઇ જઈ શકાશે.

આ ઓફરમાં કંપની એક વર્ષ માટે HD ચેનલ્સ ફ્રી દેખાડવાનું કહી રહી છે ઉપરાંત પોસ્ટ ઓફીસ મારફતે જે ગ્રાહક રિલાયન્સ
ડીટીએચ કનેક્શન બુક કરાવશે એમને કનેક્શન ની સાથે હાઈ ડેફીસીયન્સી (HD), હાઈ ડેફીસીયન્સી વિડીયો કોડીંગ (HDHEVC) સેટ ટોપ બોક્સ આપવામાં આવશે.
રિલાયન્સ કંપની 20 જુનથી આ સેવા શરુ કરી ચુકી છે. આ રાજ્યોમાં ગ્રાહકો કરી શકશે પ્રી બુકિંગ – રાજસ્થાન, પંજાબ, ઉતરાખંડ
,આંધ્રપ્રદેશ , કર્નાટક, અરુણાચલ પ્રદેશ , અસ્મ, મણીપુર વગેરે જેવા રાજ્યો સમાવેશ છે અને આગળ જતા ધીરે ધીરે દેશના અન્ય
રાજ્યોમાં પણ આ સેવા ઉપલબ્ધ કરવા માટે કંપની વિચારી રહી છે.

ઓફરનો લાભ લો આ રીતે
રિલાયન્સ કમ્યુનિકેશન ના બીગ ટીવી એ થોડા મહિના પહેલા એક આકર્ષક ઓફર લોન્ચ કરી હતી જેમાં કંપની પ્રી બુકિંગ ની રકમ
રૂપિયા ૫૦૦ અને ઇન્સ્ટોલેશન સમયે લેવામાં આવેલી રકમ રૂપિયા ૧૫૦૦ એમ કુલ મળીને ૨૦૦૦ રૂપિયા ૩ વર્ષ પછી પુરા રીફંડ
કરી દેવામાં આવશે અને આ રીતે ગ્રાહકોને કનેક્શન ફ્રી મળશે.

૩ વર્ષ સુધી છે આ લાભો
ગ્રાહકોને રિલાયન્સ ટીવી ૧ વર્ષ માટે ૫૦૦ ચેનલ્સ ને ફ્રીમાં જોઈ શકશે જેમાં એચડી ચેનલ્સ પણ છે . આવતા વર્ષે ચેનલ ની સેવા
ચાલુ રાખવા માટે ગ્રાહકે ૩૦૦ રૂપિયા પ્રતિ માસ ચૂકવવાના રહેશે. 2 વર્ષ સુધી રીચાર્જ પર કેશબેક ની ઓફર પણ મળશે.
હાલ ડીટીએચ સેવા આપતી કંપનીઓ વિવિધ ઓફર આપી પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે ત્યારે ડીશ ટીવી કંપની જે ડીટીએચ
કનેકશનની સેવા આપે છે એમણે ગ્રાહકો માટે પ્રતિ ચેનલ માટે ૮.૫ રૂપિયા ચુકવવાની ઓફર મુકેલી હતી એટલે એચડી ચેનલ માટે
સાડા આઠ રૂપિયા ચૂકવવાના. ગ્રાહક પોતાની મનપસંદ ચેનલ જોવા માટે રૂપિયા ચૂકવી એનો આનંદ લઇ શકે છે. રિલાયન્સ બીગ
ટીવી ની આ ઓફર થી હવે ડીટીએચ કંપનીઓમાં હરીફાઈ જોવા મળશે એ સ્વાભાવિક છે.