Uday Kotak Resigns/ “ઉદય કોટકે” કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી આપ્યું રાજીનામું

જાણીતા બેંકર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા વર્ષો સુધી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા. બેંકે આજે શનિવારે શેરબજારોને આ જાણકારી આપી છે. બેંકે જણાવ્યું છે કે ઉદય કોટકનું રાજીનામું 1 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયું છે. કોટક મહિન્દ્રા બેંકમાં ઉદય […]

Business
Uday Kotak Resigns "ઉદય કોટકે" કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી આપ્યું રાજીનામું

જાણીતા બેંકર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા વર્ષો સુધી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા. બેંકે આજે શનિવારે શેરબજારોને આ જાણકારી આપી છે. બેંકે જણાવ્યું છે કે ઉદય કોટકનું રાજીનામું 1 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયું છે.

કોટક મહિન્દ્રા બેંકમાં ઉદય કોટકના સ્થાને MD અને CEOનું પદ સંભાળવાની વચગાળાની જવાબદારી દીપક ગુપ્તાને સોંપવામાં આવી છે, જેઓ બેંકમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. બેંકે જણાવ્યું છે કે વચગાળાની જવાબદારી હેઠળ દીપક ગુપ્તાને 31 ડિસેમ્બર સુધી MD અને CEO પદની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, આ નિર્ણય પર બેંકના સભ્યો અને RBIની મંજૂરી મળવાની બાકી છે.

ઉદય કોટક ઘણા સમયથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેણે સક્સેશન પ્લાન હેઠળ રાજીનામું આપ્યું છે. તેઓ હાલમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે યથાવત રહેશે. તેમણે સમય પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO તરીકેનો તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થવાનો હતો.

ઉદય કોટકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, કોટક મહિન્દ્રા બેંકમાં સક્સેશન મારા મગજમાં ચાલી રહ્યો હતો. વર્ષના અંત સુધીમાં, ચેરમેન, હું અને સંયુક્ત એમડી બધાએ પદ છોડવું જરૂરી હતું. હું ઈચ્છું છું કે અમે ત્રણેય હટ્યા બાદ નવા લોકોને જવાબદારી સોંપવાની પ્રક્રિયા સરળ બને. આને ધ્યાનમાં રાખીને, મેં પ્રક્રિયા શરૂ કરી છે અને સ્વેચ્છાએ CEO પદ છોડી રહ્યો છું.

આ પણ વાંચો: UP Murder Case/ કેન્દ્રીય મંત્રીના પુત્ર વિકાસ કિશોરની વધી મુશ્કેલી, ઘરમાં મિત્રની હત્યા મામલે FIR નોંધાઈ

આ પણ વાંચો: Israel-American Relations/ ઇઝરાયેલ-અમેરિકાની દોસ્તીમાં પડી તિરાડ; બેન્જામિન નેતન્યાહુએ મંત્રીઓને ખાસ આદેશ આપ્યા

આ પણ વાંચો: Government Scheme/ દીકરીઓને મળી ભેટ, રાજ્ય સરકાર આપી રહી છે 50,000 રૂપિયા રોકડા! પૈસા સીધા આવશે ખાતામાં

આ પણ વાંચો: દિલ્હી ફરી શર્મસાર/ 28 વર્ષના યુવકે હેવાનિયતની હદ વટાવી, 85 વર્ષીય વૃદ્ધ મહિલાને બનાવી હવસનો શિકાર