નાણા મંત્રાલયે છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં મહિલા સશક્તિકરણ માટેની વિશેષ જોગવાઈ છે. આ યોજનાઓથી મહિલાઓને આર્થિક રુપથી સશક્ત બનાવી છે, જેથી તેઓ વધુ સારું જીવન જીવી શકે અને મહેનતું બનવાના તેમના સપનાને સાકાર કરી શકે.
સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ
આ યોજના 5 એપ્રિલ, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક સશક્તિકરણ અને રોજગારની તકો ઉભી કરવાનો છે.
આ યોજનાનો ઉદ્દેશ 10 લાખ રુપિયાથી એક કરોડ રુપિયાની બેંક લોનને અનુસિચિત જનજાતિના ઓછામાં ઓછા એક સભ્ય અને એક મહિલાને લાભ પહોંચાડવાનો છે.
સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના હેઠળ, 26-02-2021 સુધીમાં 81 ટકાથી વધુ એટલે કે 91,109 ખાતાઓમાં 20,749 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
આ યોજનનાની શરુઆત 8 એપ્રિલ, 2015 ના નાના ઉદ્યોગો માટે 10 લાખ રુપિયા સુધીની લોન રકમ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી છે.
આ લોનને પીએમએમવાય હેઠળ મુદ્રા લોનના રુપમાં વર્ગીકૃત કરવામાં આવી છે અને આ લોન વ્યાપારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશનો દ્વારા આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના
આ યોજના 28 ઓગસ્ટ, 2014 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને દરેક પરિવારને ઓછામાં ઓછી એક બેંક ખાતાની સુવિધા, આર્થિક સાક્ષરતા, વીમા અને પેન્શન સુવિધાઓ આપવાનું લક્ષ્ય છે.
આ યોજના હેઠળ કુલ 41.93 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે, જેમાંથી 23.21 કરોડ ખાતા મહિલાઓ સાથે સંબંધિત છે.
જો તમારે તમારું નવું જન ધન ખાતું ખોલવા માંગતા હોય તો નજીકની બેંકમાં જઈને તમે સરળતાથી આ કામ કરી શકો છો. આ માટે તમારે બેંકમાં ફોર્મ ભરવું પડશે.