New Rules!/ નાણાકીય વર્ષની થઈ શરૂઆત, આજથી આ નિયમોમાં ફેરફાર કરાયા

આજથી NPS એકાઉન્ટમાં લોગિન કરવાના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. PFRDA એ NPS ખાતામાં આધાર આધારિત ઓથેંટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આમાં NPS………

Business
Beginners guide to 2024 04 01T094130.866 નાણાકીય વર્ષની થઈ શરૂઆત, આજથી આ નિયમોમાં ફેરફાર કરાયા

Business News: આજથી નાણાકીય વર્ષ 2024-25 શરૂ થયું છે. નાણાકીય વર્ષ શરૂઆત થતાંની સાથે કેટલાક નિયમો બદલાવવામાં આવ્યા છે, જેની અસર તમારી રોજિંદી જીંદગીમાં વર્તાશે.

SBI ડેબિટ કાર્ડ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, SBIએ 1 એપ્રિલ, 2024થી ચોક્કસ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક મેન્ટેનન્સ ફીમાં 75 રૂપિયાનો વધારો કર્યો છે.

નવી ટેક્સ સિસ્ટમ

કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી નવી ટેક્સ સિસ્ટમ ડિફોલ્ટ સેટિંગ્સ તરીકે લાગુ કરી છે. આનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ કરદાતા અથવા વ્યક્તિ સ્પષ્ટપણે જૂની કર વ્યવસ્થાને અનુસરવાનું પસંદ ન કરે, ત્યાં સુધી નવી વ્યવસ્થા મુજબ કર આકારણી આપમેળે લાગુ થશે. નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે નવી કર વ્યવસ્થામાં આવકવેરા સ્લેબ યથાવત રહેશે. વચગાળાના બજેટમાં કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. નવી કર વ્યવસ્થા હેઠળ, વાર્ષિક 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર કોઈપણ વ્યક્તિ કર ચૂકવવા માટે જવાબદાર રહેશે નહીં.

ઈન્સ્યોરન્સ

વીમા પોલિસીને ડિજીટલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ દિશાનિર્દેશો હેઠળ, જીવન, આરોગ્ય અને સામાન્ય વીમા સહિત તમામ શ્રેણીઓમાં તમામ વીમા પૉલિસીઓ ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવામાં આવશે.

ફાસ્ટેગમાં KYC

જો તમે 1 એપ્રિલથી બેંકમાં તમારી કારના FASTagનું KYC અપડેટ કર્યું નથી, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજથી KYC વગરના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. બેંકો દ્વારા FASTag માટે KYC પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. NHAI એ ફાસ્ટેગ યુઝર્સને ટોલ પ્લાઝા પર સરળ વ્યવહારો માટે RBIના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે.

EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)

આજથી EPFOમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવા નાણાકીય વર્ષમાં જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેનું પીએફ એકાઉન્ટ હવે નવા એમ્પ્લોયરને આપમેળે ટ્રાન્સફર થઈ જશે. આ પહેલા માત્ર સબ્સ્ક્રાઇબર્સની વિનંતી પર ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

NPS એકાઉન્ટ (નેશનલ પેન્શન યોજના)

આજથી NPS એકાઉન્ટમાં લોગિન કરવાના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. PFRDA એ NPS ખાતામાં આધાર આધારિત ઓથેંટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આમાં NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે, ID પાસવર્ડની સાથે તમારે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર  OTP આવશે તેને દાખલ કરવો પડશે.

વીમા પૉલિસી

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ જણાવ્યું છે કે 1 એપ્રિલ, 2024 થી, જો પોલિસીઓ ત્રણ વર્ષની અંદર સરેન્ડર કરવામાં આવે છે, તો સરેન્ડર મૂલ્ય સમાન અથવા તેનાથી પણ ઓછું રહેવાની અપેક્ષા છે. જો પોલિસીઓ ચોથા અને સાતમા વર્ષની વચ્ચે સરેન્ડર કરવામાં આવે, તો સરેન્ડર વેલ્યુમાં નજીવો વધારો થઈ શકે છે. નવા નિયમો 1 એપ્રિલથી લાગુ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સમાં રૂ. 6,661 કરોડનું રોકાણ કર્યું, શેરમાં ઉછાળો આવ્યો

આ પણ વાંચો:અદાણી ગ્રુપની પાવર કંપની સૌથી મહત્વની ડિલને મળી લીલી ઝંડી, લેન્કો અમરકંટકની કરશે ખરીદી

આ પણ વાંચો:‘આર્થિક વૃદ્ધિ સાથે સંબંધિત પ્રસિદ્ધિ પર વિશ્વાસ કરવો તે એક મોટી ભૂલ છે’,આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે આપી હતી ચેતવણી