ભાવ વધારો/ સામાન્ય જનતા ત્રસ્ત, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસ માટે કેવી રીતે ઘર ચલાવવું હવે મોટી સમસ્યા થઇ ગઇ છે.

Business
PICTURE 4 132 સામાન્ય જનતા ત્રસ્ત, પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસ માટે કેવી રીતે ઘર ચલાવવું હવે મોટી સમસ્યા થઇ ગઇ છે. જણાવી દઇએ કે, દેશમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ 100 ને પાર પહોંચી ગયો છે. ત્યારે આ રાજ્ય રાજસ્થાન બન્યુ છે.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં, જ્યાં સામાન્ય પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી 1 રૂપિયો 63 પૈસા દૂર છે, ત્યારે એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની વાત કરવામાં આવે તો તે, લિટર દીઠ 90.05 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. રાજ્યની ઓઇલ કંપનીઓને સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે.

આ પહેલા બુધવારે ડીઝલનાં દરમાં 25 થી 30 પૈસા અને પેટ્રોલનાં ભાવમાં 27 થી 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે ગુરુવારે ડીઝલનાં ભાવમાં 30 થી 31 પૈસા અને પેટ્રોલમાં 24 થી 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં ઓઇલ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, સરકાર તેલ કિંમતોમાં રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા એક વર્ષમાં પહેલીવાર કાચા તેલની કિંમત પ્રતિ બેરલ $ 61 ને વટાવી ગઈ છે. પેટ્રોલનાં ભાવ દિલ્હી અને મુંબઇમાં તેના ઉચ્ચતમ સ્તરે છે. પેટ્રોલ આજે દિલ્હીમાં 87.85 રૂપિયા અને ડીઝલ 78.03 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર રૂ. 3.59 અને ડીઝલનાં ભાવમાં 3.61 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.

Bank / 3 દિવસમાં પૂર્ણ કરો તમામ કામ, આવતા અઠવાડિયામાં 2 દિવસ બેંક રહેશે બંધ

Business / પોસ્ટ ઓફિસની સ્કીમ, દર મહિને મળશે 4950 રુપિયા, જાણો કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ